ડોનાલ્ડ ટ્રમ્પના iPhone વાળા નિવેદન પર સરકાર તરફથી આવ્યું એવું નિવેદન...જાણો શું કહ્યું?
Trump Apple India Remark: એપલ મોબાઈલનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થવા મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવું નિવેદન આપ્યું કે જેનાથી હંગામો મચી ગયો. હવે આ મુદ્દે એક વરિષ્ઠ સરકારી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જાણો શું કહ્યું.
Trending Photos
Apple India Manufacturing: હાલમાં જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલને કહ્યું કે આઈફોનનું નિર્માણ ભારતની જગ્યાએ અમેરિકામાં જ કરો. આ નિવેદન અંગે ભારત સરકારે વધુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે ભારત હવે એક મોટું મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે અને દુનિયાની મોટી મોટી કંપની અહીં રોકાણ કરવામાં રસ દાખવે છે. તેમણે કહ્યું કે કંપનીઓ રાજનીતિક નિવેદનોની જગ્યાએ મેન્યુફેક્ચરિંગની પ્રતિસ્પર્ધાત્મકતાને જુએ છે.
જ્યારે તેમને ટ્રમ્પના નિવેદન અંગે ખાસ પૂછવામાં આવ્યું તો તેમણે નો કમેન્ટ્સ કરીને વાત ટાળી દીધી. જો કે તેમણે એ કહ્યું કે “Make in India” હેઠળ ભારતે મોબાઈલ નિર્માણમાં સ્થિરતા અને વિશ્વસનિયતા દેખાડી છે અને કંપનીઓ તેનું મહત્વ સમજી રહી છે.
ટ્મ્પનું નિવેદન અને બેકચેનલ વાતચીત
ટ્રમ્પે કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટીમ કૂકને કહ્યું કે તેઓ ભારતમાં આઈફોનના પ્રોડક્શનથી ખુશ નથી. ટ્રમ્પના જણાવ્યાં મુજબ તેમણે કહ્યું કે ટીમ તમે મારા મિત્ર છો, પરંતુ હવે હું સાંભળી રહ્યો છું કે તમે ભારતમાં બધુ બનાવી રહ્યા છો. જો તમે ભારતનો ખ્યાલ રાખશો...હું નથી ઈચ્છતો તમે ત્યાં બનાવો. તેમણે એવો પણ દાવો કર્યો કે એપલ હવે અમેરિકામાં નિર્માણ વધારશે. જો કે તેમણે તેના કોઈ ઠોસ પુરાવા નથી આપ્યા.
એપલે જો કે આ અંગે કોઈ જાહેર નિવેદન નથી આપ્યું પરંતુ એવા સમાચાર છે કે ભારતના સરકારના અધિકારીઓએ એપલના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે. રિપોર્ટ મુજબ કંપનીએ સરકારને આશ્વાસન આપ્યું છે કે ભારતમાં તેમનું નિર્માણ અને રોકાણ યોજનાઓ જેમ છે તેમ ચાલુ રહેશે અને ભારત એપલની ગ્લોબલ સપ્લાય ચેનનો મહત્વનો ભાગ રહેશે.
ભારતમાં એપલની નિર્માણ સ્થિતિ
ભારતમાં આઈફોનનું નિર્માણ ઝડપથી વધી રહ્યું ચે. હવે લગભગ 40 મિલિયન આઈફોન ભારતમાં બને છે. જે એપલના વાર્ષિક ઉત્પાદનના 15 ટકા છે. તેમાંતી મોટાભાગના આઈફોન Foxconn અને Pegatron જેવી તાઈવાનની કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. Tata Electronics પણ હવે ઝડપથી આ ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યું છે.
FY25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025)માં એપલે ભારતમાં લગભગ $22 બિલિયન ડોલરના આઈફોન બનાવ્યા. જે ગત વર્ષની સરખામણીએ 60 ટકા વધુ છે. તેમાંથી મોટાભાગના આઈફોન અમેરિકાને એક્સપોર્ટ કરાયા. ફક્ત માર્ચ 2025માં જ ભારતે અમેરિકાને 3 મિલિયનથી વધુ આઈફોન મોકલ્યા. આ ઉપરાંત Foxconn હવે તેલંગણામાં એરપોડ્સનું પણ નિર્માણ કરે છે. જેનાથી ભારતની ભૂમિકા એપલની ગ્લોબલ ચેનમાં વધુ મજબૂત થઈ છે.
એપલની ભારતમાં ઈકોસિસ્ટમ
એપલના ભારતમાં સપ્લાયર્સ અને વેન્ડર્સે મળીને લગભગ 2 લાખ નોકરીઓ આપી છે. ભારતની સ્કિલ્ડ લેબર અને પ્રસિશન ઈલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેને તેને હાઈટેક મેન્યુફેક્ચરિંગનું સેન્ટર બનાવી દીધુ છે. ભારતમાં સ્માર્ટફોન એક્સપોર્ટ સતત વધી રહ્યું છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે FY25 માં ભારતે 1.5 લાખ કરોડ રૂપિયાના આઈફોન એક્સપોર્ટ કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે