ભારતીય વિદ્યાર્થી પર હમાસ સાથે કનેક્શનનો આરોપ, પત્ની ગાઝાની, ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની લડાઈ હવે વિસ્તાર સુધી સીમિત રહી નથી. ચારેબાજુ પડઘા પડી રહ્યા છે. અમેરિકામાં હમાસના સમર્થનના આરોપ સર એક  ભારતીય વિદ્યાર્થી કાર્યવાહીના ઘેરામાં છે

ભારતીય વિદ્યાર્થી પર હમાસ સાથે કનેક્શનનો આરોપ, પત્ની ગાઝાની, ટ્રમ્પ સરકારની મોટી કાર્યવાહી

અમેરિકી સરકાર હમાસ સાથે સંબંધના આરોપ સર ભારતીય વિદ્યાર્થી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. એવા અહેવાલ છે કે બદર ખાન સૂરી નામના આ ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. ટ્રમ્પ સરકારે સૂરીને અમેરિકાની વિદેશ નીતિ માટે નુકસાનકારક ગણાવ્યો છે. ખાસ વાત એ છે કે તેમની પત્ની ગાઝાથી છે અને તેને અમેરિકી નાગરિકતા મળેલી છે. આ ઘટનાક્રમ એવા સમયે થયો છે કે જ્યારે ટ્રમ્પ ઈઝરાયેલ વિરુદ્ધ પેલેસ્ટાઈન સમર્થન રેલીમાં સામેલ થયેલા વિદેશીઓને ડિપોર્ટ કરવા માંગે છે. 

અમેરિકાના  હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે આરોપ લગાવ્યો છે કે બદર ખાન સૂરીના પેલેસ્ટાઈન સમૂહ હમાસ સાથે સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સાથે એમ પણ કહ્યું કે તે સોશિયલ મીડિયા પર હમાસનો પ્રોપેગેન્ડા ફેલાવતો હતો. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ ફોક્સ ન્યૂઝને આપેલા નિવેદનમાં DHSએ કોઈ પુરાવા આપ્યા નથી. તેમાં કહેવાયું છે કે વિદેશમંત્રી માર્કો રૂબિયોએ નક્કી કર્યું છે કે સૂરીને ગતિવિધિઓના કારણે તેમને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. 

કોણ છે બદર ખાન સૂરી
સૂરી વોશિંગ્ટન સ્થિત  જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર છે અને તેમણે મફીઝી સાલેહ સાથે લગ્ન કર્યા છે. તે ગાઝાથી છે અને તેને અમેરિકી નાગરિકતા મળેલી છે. સૂરી જ્યોર્જ ટાઉનના અલવલીદ બિન તલાલા સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્ચયન અંડરસ્ટેન્ડિંગથી PhD કરે છે. યુનિવર્સિટીએ સૂરીને અટકાયતમાં લેવાયા હોવાની જાણકારી હોવાથી ઈન્કાર કર્યો છે. આ સાથે એમ કહ્યું છે કે તેમને ખબર નથી કે સૂરી કોઈ ગેરકાયદેસર ગતિવિધિમાં સામેલ છે. 

ભારતીય વિદ્યાર્થીને સોમવારે રાતે વર્જીનિયાના રોઝલિનથી  તેમના ઘરેથી અટકાયતમાં લેવાયો. તેમના વકીલે રોયટર્સને જણાવ્યું કે તે ઈમિગ્રેશન કોર્ટથી તારીખ મળવાની રાહ જોતા હતા. તેમણે કહ્યું કે જો સંઘર્ષના સમાધાન પર ધ્યાન લગાવનારા સ્કોલરને સરકાર વિદેશ નીતિ માટે ખરાબ ગણે છે તો કદાચ સરકારમાં છે, સ્કોલરમાં નહીં. 

હાલમાં જ ટ્રમ્પ સરકારે કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહેમૂદ ખલીલને ધરપકડ  કરીને ડિપોર્ટ કરવાની માંગણી કરી હતી. પેલેસ્ટાઈન સમર્થન રેલીમાં સામેલ હોવાના કારણે તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી થઈ હતી. ખલીલે કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો છે. ટ્રમ્પનો આરોપ છે કે ખલીલ હમાસનું સમર્થન કરતો હતો. જ્યારે વિદ્યાર્થીની લીગલ ટીમે તેનો ઈન્કાર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news