પાકિસ્તાની સેનાનો દાવો, ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી, રાવલપિંડી, ચકવાલ અને શેરકોટને ટાર્ગેટ કર્યા
India Pakistan War Latest Update: પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે દાવો કર્યો કે ભારતે પાકિસ્તાન એરફોર્સના રાવલપિંડી, ચકવાલ અને રફીકી એરબેસને નિશાન બનાવ્યા.
Trending Photos
India Pakistan missile attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવનો માહોલ છે. પાકિસ્તાન ભારતના ઓપરેશન સિંદૂરથી ધૂંધવાયેલું છે. આ બધા વચ્ચે પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે એવો દાવો કર્યો કે ભારતે પાકિસ્તાન એરફોર્સના રાવલપિંડી, ચકવાલ અને રફીકી એરબેસને નિશાન બનાવ્યા. જો કે ભારતે હજુ સુધી આ હુમલાની પુષ્ટિ કરી નથી.
પાકિસ્તાની સેનાના જનસંપર્ક વિભાગના ISPR ના મહાનિદેશક લેફ્ટેનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું કે 'ભારત તરફથી છ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવી. ભારતે આ મિસાઈલો જલંધરના આદમપુર એરબેસથી છોડી. અમે ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે અમે ભારતની તાકાત, ચાલબાજી કે હુમલાઓથી ડરનારી કોમ નથી, ભારત હવે અમારા જવાબની રાહ જુએ.'
ચૌધરીએ કહ્યું કે 'ભારતે પંજાબના જલંધરના આદમપુરથી 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી. જેમાંથી એક મિસાઈલ આદમપુરની જ આસપાસ અને બાકી પાંચ મિસાઈલો અમૃતસરની આસપાસના વિસ્તારોમાં પડી છે. ભારત હવે પોતાના જ લોકોને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને પંજાબમાં રહેતા શીખો અને અલ્પસંખ્યકોને.'
ભારતના 26 શહેરોને ટાર્ગેટ કર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે સેનાઓની જવાબી કાર્યવાહી ચાલુ છે. ગુરુવાર બાદ શુક્રવારે મોડી સાંજથી જ પાકિસ્તાન તરફથી સતત ભારતના 26 શહેરોમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોને ટાર્ગેટ કરાયા અને ડ્રોન હુમલા કરાયા. ભારતની ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ કર્યા. પાકિસ્તાને બારામુલ્લા, શ્રીનગર, અવંતીપુરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જૈસલમેર, બાડમેર, ભૂજ, કુઆરબેટ, લખી નાળાને નિશાન બનાવ્યા. એક ડ્રોને ફિરોઝપુરમાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો. જેના કારણે એક સ્થાનિક પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે