ગુજરાતી ન્યૂઝWorldCluster Bomb: ઓ બાપરે...ઈરાન પાસે આવી ટેક્નોલોજી? ઈઝરાયેલના 8 કિમીના વિસ્તારમાં જે તાંડવ મચ્યું! આખી દુનિયા અચંબિત

Cluster Bomb: ઓ બાપરે...ઈરાન પાસે આવી ટેક્નોલોજી? ઈઝરાયેલના 8 કિમીના વિસ્તારમાં જે તાંડવ મચ્યું! આખી દુનિયા અચંબિત

Iran Israel Conflict: ઈરાને જે અંદાઝમાં ઈઝરાયેલ પર મિસાઈલોથી હુમલો કર્યો છે ત્યારબાદ ઈઝરાયેલમાં પણ હવે દહેશત છે. સૌથી મોટી વાત ઈરાને પહેલીવાર પોતાના અચૂક બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આખી દુનિયા ચોંકી ગઈ છે કે શું ઈરાન પાસે આ ટેકનોલોજી છે?

Cluster Bomb: ઓ બાપરે...ઈરાન પાસે આવી ટેક્નોલોજી? ઈઝરાયેલના 8 કિમીના વિસ્તારમાં જે તાંડવ મચ્યું! આખી દુનિયા અચંબિત

મિડલ ઈસ્ટમાં તણાવ એ હદે વધી ગયો છે કે લોકો ત્રીજા વિશ્વયુદ્ધની વાતો કરવા લાગ્યા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જે પ્રકારે જંગ ચાલુ છે ત્યારબાદ સમગ્ર દુનિયાની નજર આ બંને દેશો પર ટકેલી છે. આ બધા વચ્ચે ઈઝરાયેલી સેનાએ એક એવો દાવો કર્યો કે સમગ્ર દુનિયા ચોંકી ગઈ અને વિચારવા માટે મજબૂર થઈ. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ તેમણે ઈરાનની કેટલીક મિસાઈલો મેળવી છે જેમાં એક ખાસ મિસાઈલ હતી જેમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતું. તેને મધ્ય ઈરાનથી ઈઝરાયેલ પર છોડવામાં આવી હતી. ત્યારબાદ હવે એ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ઈરાન પાસે ખરેખર અમેરિકા અને રશિયા જેવી એડવાન્સ્ડ સૈન્ય ટેક્નોલોજી છે? કઈ ટેકનિકથી ઈઝરાયેલ પણ ખૌફ ખાઈ ગયું ખાસ જાણો. 

ફર્સ્ટ પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ ગુરુવારે ઈરાને ઈઝરાયેલ પર એક મિસાઈલ છોડી જેમાં નાના નાના વિસ્ફોટક ઉપકરણો (ક્લસ્ટર બોમ્બ) હતા. ઈઝરાયેલી સેના અને વોશિંગ્ટનમાં તેમના દૂતાવાસનું કહેવું છે કે આ હથિયાર ખાસ કરીને નાગરિકોને વધુ નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ તણાવમાં એવું પહેલીવાર જોવા મળ્યું કે  ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ થયો. 

Add Zee News as a Preferred Source

શું હોય છે આ ક્લસ્ટર બોમ્બ
ક્લસ્ટર બોમ્બ એક વિસ્ફોટક હથિયાર છે, જે હવામાં ફાટ્યા બાદ અનેક નાના નાના બોમ્બ (જેને સબમ્યુનિશન કે બોમલેટ કહે છે) ને વિખેરે છે. આ નાના બોમ્બ, જેનું વજન 20 કિલોથી ઓછું હોય છે, તે કોઈ પણ ગાઈડન્સ વગર જમીન પર  પડે છે અને અથડાતા જ ફાટે છે. તેનો હેતું એક મોટા વિસ્તારમા ફેલાઈને લોકોને, ગાડીઓને અને નરમ ટાર્ગેટને નુકસાન પહોંચાડવાનો હોય છે. આ બોમ્બ તોપના ગોળા, મિસાઈલ, રોકેટ કે હવાઈ બોમ્બ દ્વારા છોડવામાં આવે છે. દાખલા તરીકે એક રોકેટ સેંકડો બોમલેટ લઈ જઈ શકે છે. 

ઈરાને કેવી રીતે કર્યો ઉપયોગ
ઈરાને ગુરુવારે ઈઝરાયેલ પર એક બેલિસ્ટિક મિસાઈલ છોડી, જેમાં ક્લસ્ટર બોમ્બવાળું વોરહેડ હતું. ઈઝરાયેલી સેના મુજબ આ મિસાઈલ લગભગ 7 કિલોમીટરની ઊંચાઈ પર ફાટી અને 20 નાના બોમ્બ 8 કિલોમીટરના દાયરામાં વિખરાયા. આ બોમ્બ આપોઆપ ગાઈડેડ હોતા નથી. બસ પડીને ફૂટે છે. પરંતું આ વખતે અનેક બોમ્બ ફાટ્યા નહીં. તેમાંથી એક બોમ્બ અજોર શહેરમાં એક ઘર પર પડ્યો. જેનાથી ઈમારતને નુકસાન પહોંચ્યું. જો કે કોઈ અન્ય નુકસાન ન થયું. ઈઝરાયેલી સેનાએ ઓછામાં ઓછા 20 ફાટ્યા ન હોય તેવા બોમ્બ શોધીને નષ્ટ કર્યા અને લોકોને ચેતવણી આપી કે મિસાઈલના અવશેષો પાસે ન જાઓ. કારણ કે તે બારૂદી સુરંગની જેમ ખતરનાક હોઈ શકે છે. ત્યારબાદથી જ સવાલ ઉઠવા લાગ્યા કે આખરે ઈરાને આ પ્રકારના હુમલા કેવી રીતે કર્યા તો તેનો સીધો જવાબ છે કે MIRV ટેક્નિક. 

આ શું છે MIRV ટેક્નિક તે જાણીએ
MIRV એટલે કે 'મલ્ટીપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટારગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ' એક એવી ટેક્નિક છે જેમાં એક જ મિસાઈલ અનેક વોરહેડ લઈ જઈ શકે છે અને દરેક વોરહેડ અલગ અલગ લક્ષ્યને ટાર્ગેટ કરી શકે છે. એટલે કે એક જ મિસાઈલથી અનેક જગ્યાઓ પર હુમલો થઈ શકે છે. ત્યારબાદ ભયંકર તબાહી મચી શકે છે. આ ટેક્નિક હાલ અમેરિકા અને રશિયા જેવા દેશો પાસે છે. કારણ કે આવી ટેક્નોલોજી જ ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમ ભેદી શકે છે. જેનાથી ઈઝરાયેલ હવે વધુ ખૌફમાં છે. 

આ ટેક્નિકથી ઈઝરાયેલને થઈ શકે છે ભયંકર નુકસાન
MIRV ટેક્નિકનો ઉપયોગ કરીને ઈરાન ક્લસ્ટર બોમ્બને છોડી શકે છે. જેનાથી ઈઝરાયેલને ખુબ નુકસાન થઈ શકે છે. કારણ કે તે ક્યાંય પણ ફાટી શકે છે. તેના માટે સૈન્ય અને નાગરિક ટાર્ગેટમાં કોઈ ફરક નથી હોતો. મોટા વિસ્તારમાં ફાટવાના કારણે તે નાગરિકો માટે ખાસ કરીને ખતરનાક છે. સૌથી મોટી ચિંતા એ રહે છે કે જે બોમ્બ ફાટતા નથી તે વર્ષો બાદ પણ જમીન પર પડ્યા રહેવા છતાં ગમે ત્યારે ફાટીને લોકોને નુકસાન કરી શકે છે. હવે સવાલ એ છે કે શું ઈરાન પાસે MIRV ટેક્નોલોજી છે? હુમલા બાદ ઈઝરાયેલી સેના એ તપાસ કરી રહી છે  જોકે  હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ સવાલ ઈરાનની મિસાઈલ ટેક્નોલોજી પર ચિંતા વધારી રહ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news