Israel Iran War: અમને ખબર છે ખામેનેઈ ક્યા છે, ઈરાનના આકાશ પર અમારો કંટ્રોલ... ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ખુલ્લી ધમકી

Donald Trump Warning to Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની ધીરજ ખૂટી રહી છે. ખામેનેઈને ખતમ કરી શકાય છે અને તે એક સરળ ટાર્ગેટ છે પરંતુ હાલમાં આ કરવામાં આવશે નહીં.

Israel Iran War: અમને ખબર છે ખામેનેઈ ક્યા છે, ઈરાનના આકાશ પર અમારો કંટ્રોલ... ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ખુલ્લી ધમકી

Donald Trump gave a stern warning to Iran: ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકા પણ યુદ્ધમાં કૂદી પડે તેવી શક્યતા વધી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, ખામેનેઈને ખતમ કરવો એક સરળ ટાર્ગેટ છે પરંતુ હાલમાં તેમને ખતમ કરવામાં આવશે નહીં. ટ્રમ્પે ચેતવણી આપી છે કે, ઈરાન તેના નાગરિકો અને સૈનિકોને નિશાન બનાવવાનું બંધ કરે નહીંતર અમેરિકાની ધીરજ ખૂટી શકે છે.

અમે ખામેનેઈને હાલ નહીં મારીશું- ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'અમે બરાબર જાણીએ છીએ કે તથાકથિત "સુપ્રીમ લીડર" ક્યાં છુપાયેલા છે. તે એક સરળ લક્ષ્ય છે, પરંતુ હાલમાં સલામત છે. અમે તેને ખતમ કરીશું નહીં, ઓછામાં ઓછું હાલ તો નહીં. પરંતુ અમે નથી ઇચ્છતા કે મિસાઇલ હુમલામાં અમેરિકન નાગરિકો કે સૈનિકોને નુકસાન થાય. અમારી ધીરજ ખૂટી રહી છે. આ મામલા પર ધ્યાન આપવા બદલ આભાર!'

'તેહરાનના આકાશ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ'
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં લખ્યું કે, 'હવે ઈરાનના આકાશ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે. ઈરાન પાસે સારા સ્કાય ટ્રેકર્સ અને અન્ય રક્ષણાત્મક સાધનો હતા, અને તેમાંથી ઘણા બધા હતા. પરંતુ તેમની તુલના અમેરિકામાં બનેલા હથિયારો સાથે કરી શકાય નહીં. કોઈ પણ એવા ઉપકરણ અમેરિકાથી સારા નથી બનાવી શકતા.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news