5.5 કરોડ રૂપિયામાં 100 ml ની બોટલ! અંતરિક્ષમાં દારૂ બનાવી ધરતી પર વેચશે જાપાની કંપની

Sake Japanese Drink: Dassai જેવી જાણીતી જાપાની સેક બ્રાન્ડની માલિકી કંપની Asahi Shuzo હવે અંતરિક્ષમાં દારૂ બનાવવા જઈ રહી છે. તેણે આ માટે જાપાની સ્પેસ એજન્સીને મોટી રકમ ચૂકવી છે.
 

5.5 કરોડ રૂપિયામાં 100 ml ની બોટલ! અંતરિક્ષમાં દારૂ બનાવી ધરતી પર વેચશે જાપાની કંપની

Alcohol Making in Space: એક જાપાની કંપનીએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS)પર સેક (એક પ્રકારનો જાપાની દારૂ) બનાવવાની તૈયારી કરી લીધી છે. Asahi Shuzo નામની કંપની ISS પર સેક બનાવવાની તમામ સામગ્રી પહોંચાડવાની યોજના બનાવી રહી છે. જો બધુ બરોબર રહ્યું તો 100 મિલીલીટર (ml)સેકની એક બોટલ ધરતી પર 100 મિલિયન લેન (લગભગ $653,000 કે 5,53,92,779 રૂપિયા) માં વેચવામાં આવશે. એક સ્ટાન્ડર્ડ ડ્રિંક  80 ml ની હોય છે. એટલે કે વિશ્વના સૌથી મોંઘા દારૂમાંથી એક હશે.

કઈ રીતે અંતરિક્ષમાં દારૂ બનશે?
Asahi Shuzo તે કંપની છે જે પ્રખ્યાત જાપાની સેક બ્રાન્ડ  Dassaiનું ઉત્પાદન કરે છે. સ્પેસમાં સેક બનાવનાર પ્રોજેક્ટના ઈન્ચાર્જ સૌયા ઉએત્સુકીએ કહ્યું- 'આથો પરીક્ષણની 100% સફળતાની કોઈ ગેરંટી નથી.' તેમણે કહ્યું કે ગુરુત્વાકર્ષણ પ્રવાહીની અંદરથી ગરમીના સ્થાનાંતરણને અસર કરી શકે છે, જે પૃથ્વી કરતાં અલગ આથોની પ્રક્રિયા તરફ દોરી શકે છે.

કંપનીએ ISS પર જાપાનીઝ પ્રયોગ મોડ્યુલ કિબોને ઍક્સેસ કરવા માટે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ને ચૂકવણી કરી છે. ત્યાં વિશેષ પરીક્ષણો કરવામાં આવશે. જોકે, એજન્સીએ ખાનગી પ્રોજેક્ટ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

'સેક' શું છે?
સેક જાપાનમાં બનાવવામાં આવતો દારૂ છે જેને ચોખા, પાણી યીસ્ટ અને કોજી (એક પ્રકારનો મોલ્ટ) થી બનાવવામાં આવે છે. પરંપરાગત રૂપથી તેને બનાવવામાં આશરે બે મહિના લાગે છે. સેક બનાવવાની પ્રક્રિયામાં સ્ટીમિંગથી લઈને ફર્મેટિંગ સુધી સામેલ હોય છે. જાપાનમાં ખાસ પ્રસંગે પીવામાં આવતો આ દારૂ તાજેતરમાં યુનેસ્કોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news