જો બાઇડેન અને કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો? આ 10 વાતો છે ખુબ મહત્વની

Joe Biden And Kamala Harris For India: જો બાઇડેન ભારત માટે કોઈ નવો ચહેરો નથી. તેઓ 8 વર્ષ સુધી બરાક ઓબામાના ડેપ્યુટી રહ્યા છે. કમલા હેરિસના માતા ભારતીય છે. 
 

જો બાઇડેન અને કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો? આ 10 વાતો છે ખુબ મહત્વની

વોશિંગટનઃ વાઇટ હાઉસમાં જો બાઇડેનની એન્ટ્રી લગભગ પાક્કી થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ તરીકે બાઇડેન જૂના રાષ્ટ્રપતિઓના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે, તે જોવા રસપ્રદ હશે. ભારત પ્રમાણે જુઓ તો કેટલાક એવા ક્ષેત્ર છે જ્યાં તેઓ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર્ગ પર ચાલશે અને કેટલાકમાં ફેરફાર કરી શકે છે. 2000 બાદથી ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા, રણનીતિક અને સુરક્ષા સંબંધોમાં મજબૂતી આવી છે. આ ટ્રેન્ડ બાઇડેન તંત્રમાં પણ યથાવત રહેવાની આશા છે. પરંતુ ચીનને લઈને બાઇડેન કેમ્પમાં બે ફાડા છે, જેની અસર ભારત પર પડી શકે છે. આવો સમજવાનો પ્રયાસ કરીએ કે બાઇડેન પ્રશાસનનું ભારત પર વલણ કેવું રહે છે. 

નીતિઓ બનાવવામાં કમલા હેરિસની હશે મહત્વની ભૂમિકા
જો બાઇડેનની સાથે કમલા હેરિસ પણ છે જે ઉપરાષ્ટ્રપતિ બનશે. તેઓ નીતિગત મામલામાં મોટી ભૂમિકા ભજવી શકે છે કારણ કે બાઇડેન ઇશારો કરી ચુક્યા છે કે તેઓ એક કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ રહેશે. હેરિસ 2024 માટે રાષ્ટ્રપતિના ઉમેદવાર હોઈ શકે છે તેવામાં વિવિધ મુદ્દા પર તેમનો અભિપ્રાય મહત્વનો થઈ જાય છે. 

એક જેવા વૈશ્વિક પડકારોનો કઈ રીતે સામનો કરશે?
બાઇડેને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય-અમેરિકીનો સંપર્ક કર્યો છે. તેઓ ભારતની સાથે ઉદાર વિચાર રાખે છે. કારણ કે અમેરિકા અને ભારતના સંબંધો હવે સંસ્થાકીય થઈ ગયા છે, તેવામાં તેમાં ફેરફાર કરવો મુશ્કેલ બશે. બાઇડેનના મુખ્ય રણનીતિકાર એન્થની બ્લિંકેન કહી ચુક્યા છે કે, અમે એક જેવા વૈશ્વિક પડકારો સામે ભારતના સાથ વગર સામનો ન કરી શકીએ. ભારતની સાથે સંબંધો મજબૂત અને ગાઢ કરવા અમારી ઉચ્ચ પ્રાથમિકતા રહેવાની છે. 

રક્ષા અને સુરક્ષા પર કેવો હશે સાથ?
બાઇડેન પ્રશાસન અને ભારત વચ્ચે રક્ષા, રણનીતિક અને સુરક્ષા સંબંધ તે રીતે આગળ વધવાની સંભાવના છે જે દિશા 2000થી પકડવામાં આવી છે. 

ચીનની સાથે કેવો રહેશે સંબંધ?
ટીમ બાઇડેનમાં ચીનને લઈને મતભેદ છે. તેની અસર ભારત-અમેરિકા અને ભારત-ચીનના સંબંધો પર પણ જોવા મળશે. બાઇડેનના કેટલાક સલાહકારોએ ચીનને લઈને ટ્રમ્પ જેવું વલણ રાખ્યુ છે. બાકી કહે છે કે અમેરિકા અને ચીની અર્થવ્યવસ્થાને અલગ કરવી અશક્ય છે, તેવામાં રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રિટિકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. 

ઇન્ડો-પેસિફિકમાં કેવું રહેશે વલણ?
બાઇડેનના કેમ્પેનમાં ઇન્ડો-પેસિફિકને લઈને રણનીતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. કારણ કે આ વિસ્તાર ભારતીય વિદેશ નીતિના કેન્દ્રમાં છે, તેથી તેના પર નજર રાખવી પડશે. 

વેપારના મામલામાં શું છે બાઇડેનનો મૂડ?
ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધોમાં પરેશાની રહેશે, ભલે સત્તામાં કોઈપણ હોય. ઓબામાના સમય દરમિયાન પણ નવી દિલ્હી અને વોશિંગટનમાં આ ક્ષેત્રને લઈને તણાવ રહેતો હતો. બાઇડેન પ્રશાસનમાં પણ ભારતને વ્યાપારમાં કોઈ ખાસ છૂટ મળવાની આશા નથી. આ સિવાય બાઇડેનનું મેક અમેરિકા ગ્રેટ અગેઇનનું પોતાનું વર્ઝન પણ છે. બાઇડેનના ટોપ એડવાઇઝર બિલ ટર્ન્સ કહી ચુક્યા છે કે અમેરિકી વિદેશ નીતિને સૌથી પહેલા ઘરેલૂ બજારને બીજીવાર ઊભી કરવાનું સમર્થન કરવું જોઈએ. 

માનવાધિકાર ઉલ્લંઘન પર શું સ્ટેન્ડ લેશે બાઇડેન?
બાઇડેન તંત્ર ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘન પર નજર રાખી શકે છે. આ સિવાય હિન્દુ બહુસંખ્યકવાદ, જમ્મુ-કાશ્મીર પર પણ નજર રાખવામાં આવી શકે છે. ડેમોક્રેટ્સથી ભરેલી કોંગ્રેસમાં ભારત વિરુદ્ધ આ મામલો જોર પકડી શકે છે. 

અફઘાનિસ્તાનમાં શું રહેશે સ્થિતિ?
બાઇડેને પ્રસ્તાવ આપ્યો હતો કે અમેરિકા તરફથી અફઘાનિસ્તાનમાં માત્ર કાઉન્ટર-ટેરરિઝમ માટે સેના રહે. તેવામાં ટ્રમ્પે સૈનિકોને પરત બોલાવવાનો જે આદેશ આપ્યો હતો, તેના પરત આવવાની સંભાવના ઓછી છે. 

H-1B વીઝા મુદ્દે શું થશે?
H-1B વીઝાના જૂના સ્વરૂપમાં પરત ફરવાની સંભાવના ખુબ ઓછી છે. તેનાથી ભારત પર અસર પડી શકે છે પરંતુ મહામારીએ જે રીતે રિમોટ વર્કિંગને પ્રોત્સાહન આપ્યું છે, તેનાથી તે અસર ઓછી થવાની આશા છે. 

પેરિસ સમજુતી પર શું થશે?
બાઇડેન ચોક્કસપણે અમેરિકાને પરત પેરિસ જલવાયુ સમજુતીનો ભાગ બનાવશે. પરંતુ ભારત કોલસાના ઉપયોગને લઈને બાઇડનની સામે ઘેરાઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news