Joe Biden એ બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો, મુસ્લિમો પરથી પ્રતિબંધ હટાવ્યો, માસ્ક અનિવાર્ય

તો બીજી તરફ મુસ્લિમ દેશો પર યાત્રા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરાને જોતાં જો બાઇડેનએ દેશભરમાં માસ્કને અનિવાર્ય કરી દીધું છે. સાથે જ મેક્સિકોની સીમા પર બની રહેલી વાડના પૈસાને પણ અટકાવી દીધા છે.

Joe Biden એ બદલી દીધા ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો, મુસ્લિમો પરથી પ્રતિબંધ હટાવ્યો, માસ્ક અનિવાર્ય

વોશિંગટન: અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ જો બાઇડેનએ પદભાર ગ્રહણ કરતાં જ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોને બદલવાનો આદેશ જાહેર કરી દીધો છે. બાઇડેનએ બુધવારે એકસાથે ઘણા કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા. તેમાં જ્યાં એક તરફ પ્રવાસીઓને રાહત આપવામાં આવી છે, તો બીજી તરફ મુસ્લિમ દેશો પર યાત્રા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો છે. કોરોનાના ખતરાને જોતાં જો બાઇડેનએ દેશભરમાં માસ્કને અનિવાર્ય કરી દીધું છે. સાથે જ મેક્સિકોની સીમા પર બની રહેલી વાડના પૈસાને પણ અટકાવી દીધા છે.

જો બાઇડેન (Joe Biden)  એ પેરિસ જળવાયું કરારમાં ફરીથી સામેલ થવા માટે લીલીઝંડી આપી દીધી અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકાએ હટવાની પ્રક્રિયાને પણ પ્રતિબંધ કરી દીધો છે. બાઇડેનએ કુલ 15 કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલાં બાઇડેન (Joe Biden) ની ટીમે કહ્યું હતું કે આ આદેશો પર હસ્તાક્ષર ટ્રમ્પ (Donald Trump) દ્વારા કરવામાં આવેલા નુકસાનની ભરપાઇ કરી છે. આ આદેશો પર હસ્તાક્ષર બાદ બાઇડેન (Joe Biden) એ કહ્યું કે બરબાદ કરવા માટે સમય નથી. 

અમેરિકામાં 100 દિવસો માટે માસ્ક પહેરવું જરૂરી
તેમણે કહ્યું કે આજે જે કાર્યકારી આદેશ પર હું હસ્તાક્ષર કરવા જઇ રહ્યો છું, તે કોરોના સંકટમાં બદલાવમાં મદદ કરશે. અમે જળવાયું પરિવર્તનનો એ પ્રકારે સામનો કરીશું જે પ્રકારે આપણે પહેલાં ક્યારેય કર્યો નથી. સાથે જ તમામ લોકો વચ્ચે એકતા પર કામ કરીશું અને પ્રયત્ન કરીશું કે તમામ સમુદાય એકબીજાને સમજે. બાઇડેન (Joe Biden) ના આ આદેશ બાદ અમેરિકામાં 100 દિવસો માટે માસ્ક પહેરવું જરૂરી થઇ ગયું છે. બાઇડેનએ ટ્રમ્પ (Donald Trump)  ના નિર્ણયો ને બદલતાં મુસ્લિમો પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. વર્ષ 2017માં (Donald Trump)  ટ્રમ્પે સાત મુસ્લિમ દેશો પર પ્રતિબંધ લગાવ્યો હતો.  

- Control the pandemic
- Provide economic relief
- Tackle climate change
- Advance racial equity

— President Biden (@POTUS) January 20, 2021

આ પહેલાં જો બાઇડેન (Joe Biden) એ ઘરેલુ આતંકવાદ અને શ્વેતોને શ્રેષ્ઠ માનવાની માનસિકતાને હરાવવાની લડાઇમાં અમેરિકાના તમામ નાગરિકોને જોડાવવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર્પતિ બાઇડન (Joe Biden) એ બુધવારે શપથ ગ્રહણ બાદ પોતાના પહેલાં ભાષણમાં કહ્યું કે આજે અમે એક ઉમેદવારની જીતનો નહી પરંતુ લોકતંત્રના હેતુ અને લોકતંત્રની જીતનો જશ્ન મનાવી રહ્યા છીએ. દેશના 46મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા બાદ 78 વર્ષીય બાઇડન (Joe Biden) એ ના ફક્ત પોતાના વૈશ્વિક સહયોગી સાથે સંબંધોને દુરસ્ત કરવાનો વાયદો કર્યો પરંરુ દેશના લોકો સાથે સત્યની રક્ષા કરવા અને ઝૂઠને હરાવવાનું આહવાન કર્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news