રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતા

અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સને મોટી રાહત મળી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈમિગ્રન્ટ્સને રાહત આપવા માટે મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે. 
 

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બાઇડેનની મોટી જાહેરાત, 5 લાખ ઈમિગ્રન્ટ્સને મળી શકે છે અમેરિકન નાગરિકતા

વોશિંગટનઃ  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ચૂંટણી વર્ષમાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે, જેમાં અત્યાર સુધી કોઈ કાયદાકીય દરજ્જા વગર રહેતા લાખો ઈમિગ્રન્ટ્સને રાહત મળી શકે છે અને તેની અમેરિકન નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થઈ શકે છે. આ પગલાને મહિનાની શરૂઆતમાં સરહદ પર તેમના દ્વારા અપનાવવામાં આવેલી આક્રમક નીતિને સંતુલિત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમના આક્રમક વલણે ઘણા ડેમોક્રેટિક સાંસદોને નારાજ કરી દીધા હતા. 

વ્હાઇટ હાઉસે કરી જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇસ હાઉસે મંગળવારે જાહેરાત કરી કે બાઇડેન તંત્ર આવનારા મહિનામાં કાયદાકીય સ્થિતિ વગર રહેતા અમેરિકી નાગરિકોના કેટલાક જીવનસાથીઓને સ્થાયી નિવાસ અને અંતતઃ નાગરિકતા માટે અરજી કરવાની મંજૂરી આપી. વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અનુસાર આ પગલાંથી પાંચ લાખથી વધુ ઈમિગ્રન્ટ્સને લાભ થઈ શકે છે. 

જાણો જરૂરી વાત
નાગરિકતા પ્રાપ્ત કરવા માટે એક અપ્રવાસી સોમવારે પૂરી થયેલી અવધિ સુધી ઓછામાં ઓછા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હોય તથા તેના કોઈ અમેરિકી નાગરિક સાથે લગ્ન થયેલા હોવા જોઈએ. જો લાયકાત ધરાવતા ઇમિગ્રન્ટની અરજી મંજૂર કરવામાં આવે છે, તો તેની પાસે ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે ત્રણ વર્ષનો સમય હશે. અને તે દરમિયાન તેને કામચલાઉ વર્ક પરમિટ અને દેશનિકાલથી રક્ષણ મળશે.

ગરમીના અંત સુધી શરૂ થઈ જશે અરજી પ્રક્રિયા
નામ ન જણાવવાની શરત પર પ્રસ્તાવ વિશે સંવાદદાતાઓને જાણકારી આપનાર વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અનુસાર લગભગ 50,000 બિન-નાગરિક બાળકો, જેના માતા-પિતામાંથી એક અમેરિકી નાગરિક છે. તે પણ સંભવિત રૂપથી આ પ્રક્રિયા માટે પાત્ર થઈ શકે છે. તે વાતની કોઈ જરૂરીયાત નથી કે દંપત્તિએ કેટલા સમય સુધી પરીણિત રહેવું જોઈએ. વરિષ્ઠ વહીવટી અધિકારીઓએ કહ્યું કે તેમનું અનુમાન છે કે ગરમીના અંત સુધી અરજી પ્રક્રિયા શરૂ થઈ જશે, તથા અરજી ફી હજુ નક્કી કરવામાં આવી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news