ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં, જમાયત ઉલેમા-એ-ઈસ્લામે સરકાર વિરુદ્ધ કર્યું 'જંગ'નું એલાન

જમાયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ ફઝલુર રહેમાને પોતાની 'આઝાદી' માર્ચને સરકાર વિરુદ્ધ જંગ ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ સરકારનું પતન ન થાય ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં.

ઈમરાન ખાન મોટી મુશ્કેલીમાં, જમાયત ઉલેમા-એ-ઈસ્લામે સરકાર વિરુદ્ધ કર્યું 'જંગ'નું એલાન

પેશાવર:  જમાયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ ફઝલુર રહેમાને પોતાની 'આઝાદી' માર્ચને સરકાર વિરુદ્ધ જંગ ગણાવી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી આ સરકારનું પતન ન થાય ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં. તેમણે પેશાવરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું કે સમગ્ર દેશ અમારો યુદ્ધક્ષેત્ર (વોરઝોન) હશે. 

આ દરમિાયન જમાયત ઉલેમા એ ઈસ્લામ (JUI-F) નેતાએ સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરના રોજ એક કૂચ કાઢવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે "આ કૂચનું સમાપન રાજધાનીમાં થશે અને પાર્ટીનું ત્યાં ધરણા પ્રદર્શન કરવાની યોજના છે." તેમણે કહ્યું કે "અમારી રણનીતિ એકસરખી નહીં હોય. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તેમાં બદલાવ કરતા રહીશું. સમગ્ર દેશમાંથી લોકોનો જનસેલાબ આ કૂચમાં ભાગ લેવા માટે આવી રહ્યો છે અને આ નકલી શાસક એક તણખલાની જેમ ડૂબી જશે." 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ માટે અન્ય વિપક્ષી પાર્ટીઓનું તેમને સમર્થન મળ્યું છે તો તેમણે કહ્યું કે "હું તેમને આ માર્ચમાં જોવાની આશા રાખુ છું. તમામ પાર્ટીઓ એ વાતને લઈને સહમત છે કે ગત વર્ષે થયેલી ચૂંટણી ફેક હતી અને ચૂંટણી ફરીથી યોજાવવી જોઈએ. તેમણે ચોક્કસપણે અમારી માર્ચમાં સામેલ થવું જોઈએ." 

જુઓ LIVE TV

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ એન (પીએમએલ-એન) એમ બંને મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ જો કે હજુ સુધી આ માર્ચમાં સામેલ થવા અંગે કોઈ આશ્વાસન આપ્યું નથી. પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારીએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ રહેમાનને સહયોગ આપવાના મુદ્દે પાર્ટી બેઠકમાં નિર્ણય લેશે. આ બાજુ પીએમએલ-એનએ રહેમાનને માર્ચ કાર્યક્રમ આગળ લઈ જવાનું કહ્યું હતું. 

રહેમાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ ધરપકડથી ડરેલા નથી. આવું કોઈ પણ પગલું પ્રદર્શનકારીઓના આક્રોશને સરકાર વિરુદ્ધ વધારશે. રહેમાનને જ્યારે પૂછવામાં આવ્યું કે સરકારનો દાવો છે કે તમે મદરેસામાં ભણતા બાળકોનો સરકાર વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યા છો તો તેમણે કહ્યું કે "સરકાર વિદ્યાર્થીઓને તેમના લોકતાંત્રિક અધિકારોથી વંછિત રાખવાનો પ્રયત્ન કરી રહી છે. મદરેસામાં ભણા બહુ ઓછા બાળકો આ માર્ચમાં સામેલ થશે. કારણ કે સમાજમાં દરેક વર્ગમાંથી મોટી સંખ્યામાં લોકો આ માર્ચમાં સામેલ થવાના છે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news