તાનાશાહ કિમ જોંગ ઉને ખાધી એવી 'ખતરનાક; કસમ, આખી દુનિયાના ઉડ્યા હોશ!

આ સાથે જ ઉત્તર કોરિયાએ સંકેત આપ્યાં છે  કે તે વિશ્વ માટે જોખમ બનેલા પોતાના હથિયાર કાર્યક્રમો પર લગામ લગાવવા માટે જરાય તૈયાર નથી. 

તાનાશાહ કિમ જોંગ ઉને ખાધી એવી 'ખતરનાક; કસમ, આખી દુનિયાના ઉડ્યા હોશ!

સિઓલ: કિમ જોંગ ઉને ઉત્તર કોરિયાને વિશ્વના સૌથી શક્તિશાળી પરમાણુ તાકાત બનાવવાનો પ્રણ લઈ લીધો છે.  સરકારના મીડિયાના હવાલે આ જાણકારી આપવામાં આવી. આ સાથે જ ઉત્તર કોરિયાએ સંકેત આપ્યાં છે  કે તે વિશ્વ માટે જોખમ બનેલા પોતાના હથિયાર કાર્યક્રમો પર લગામ લગાવવા માટે જરાય તૈયાર નથી. 

ઉત્તર કોરિયાએ મિસાઈલ પરિક્ષણોની હારમાળા લગાવીને અત્યાર સુધીના પોતાના સૌથી મોટા પરમાણુ પરીક્ષણને હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સમુદાય સામે મોટી પરેશાની ઊભી કરી દીધી છે. એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે અમેરિકા પર હુમલો કરી શકવામાં સક્ષમ મુખાસ્ત્ર તૈયાર કરી શકાય. સરકારી એજન્સી કેસીએનએના જણાવ્યાં મુજબ નવા મિસાઈલ પરીક્ષણને સફળ બનાવનારા કર્મચારીઓને કિમે કહ્યું છે કે તેમનો દેશ વિજયી રીતે આગળ વધશે અને વિશ્વની સૌથી શક્તિશાળી પરમાણુ તાકાત અને સૈન્ય તાકાત બનશે. 

કિમની આ ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે વૈશ્વિક તાકાતો આ સંકટનો ઉકેલ લાવવા માટે સંઘર્ષ કરી રહી છે. અમેરિકા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે કિમ પ્રશાસન પર કડક આર્થિક અને કૂટનીતિક પ્રતિબંધો લગાવી ચૂક્યો છે. પરંતુ ઉ.કોરિયાના મિસાઈલ પરીક્ષણ હજુ ચાલુ છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news