પૃથ્વી કેવી રીતે બની? નાસાનું નવું અંતરિક્ષ યાન ખોલશે રહસ્યો

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ પ્રગર એક નવું અંતરિક્ષ યાન મોકલી રહ્યું છે. જે લાલગ્રહની અંદરની સંરચનાનો ઉંડાણથી અભ્યાસ કરશે. જેના આધારે ગ્રહો અને ચંદ્રમાના નિર્માણની જાણકારી સામે આવશે

પૃથ્વી કેવી રીતે બની? નાસાનું નવું અંતરિક્ષ યાન ખોલશે રહસ્યો

લોસ એન્જેલિસ : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા મંગળ ગ્રહ પર વધુ અભ્યાસ માટે એક નવું અંતરિક્ષ યાન મોકલવા જઇ રહ્યુ છે. આ યાન લાલ ગ્રહની અંદરની સંરચનાનો ઉંડાણથી અભ્યાસ કરશે. જેનાથી અન્ય ગ્રહો અને ચંદ્રમાની ઉત્પત્તિ અંગેના અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાશે. નાસાએ કહ્યું કે, આ પ્રથમ વખત છે કે, જ્યારે અંતરિક્ષ યાનને અમેરિકાના પશ્વિમી તટથી પ્રક્ષેપિત કરવામાં આવશે. અમેરિકાના મોટા ભાગે ઇન્ટરપ્લેનિટરી મિશન ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર (કેએસસી)થી ઉડાન ભરશે. જે દેસના પૂર્વી તટ પર છે. પાંચ મેના રોડ વોન્ડેનબર્ગ એરફોર્સ બેઝથી પહેલું ઐતિહાસિક ઇન્ટરપ્લેનિટરી લોન્ચ થશે. 

આ 57.3 મીટર લાંબા યૂનાઇટેડ લોન્ચ એલાઇન્સ એટલસ 5 રોકેટમાં નાસાના સીસ્મિક ઇન્વેસ્ટિગેશનના ઉપયોગ સાથે ઇન્ટીરિયર એક્સપ્લોરેશન, જિયોડસી અને હીટ ટ્રાન્સપોર્ટ (ઇનસાઇટ) લેન્ડર હશે જે મંગળના ઉત્તરી ગોળાર્ધમાં સ્થિત એલેસિયમ પ્લેનીશિયા વિસ્તારનું નિરીક્ષણ કરશે. ઇનસાઇટ લેન્ડર્સ મંગળની અંદરની સંરચનાના અધ્યયનથી એ જાણી શકાશે કે કેવી રીતે પૃથ્વી અને ચંદ્રમા સહિત ગ્રહોનું નિર્માણ થયું હતું. 

સૂરજની નજીક જવાની તૈયારીમાં નાસા
સૂર્યની નજીક જવા માટેની માનવની પ્રથમ તૈયારીમાં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પોતાના પાર્કર સોલર પ્રોબ જુલાઇમાં લોન્ચ કરવા જઇ રહ્યું છે. પાર્કર સોલર પ્રોબને ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કોમ્પલેક્ષ-37થી મોકલાશે. અમેરિકી એજન્સીના એક નિવેદનમાં કહ્યું કે, બે કલાકની લોન્ચ પ્રક્રિયા 31 જુલાઇએ સવારે ચાર વાગે ખુલશે અને ત્યાર બાદ 19 ઓગસ્ટ સુધી દરરોજ સવારે ચાર વાગ્યાથી થોડા પહેલા ખુલશે. અંતરિક્ષ માટે રવાના થયા બાદ અંતરિક્ષ યાન સીધું સૂર્યના પ્રભા મંડળ એટલે કે કોરોનામાં પહોંચશે. કે જે સૂરજથી ઘણું નજીક છે. જ્યાં અત્યાર સુધી કોઇ માનવ નિર્મિત વસ્તુ પહોંચી શકી. સૂર્યની સપાટીથી કોરોનાનું અંતર 38 લાખ માઇલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news