આ દેશમાં ભારતીયોની એન્ટ્રી પર BAN, ટ્રાવેલ કરતા પહેલા જાણો આ સમાચાર

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના ઝડપથી વધતા કેસે ચિંતા વધારી છે. મહામારીનો માર સહન કરી રહેલા ભારતીયો માટે હવે મલેશિયાએથી ખરાબ સમાચાર આવ્યા છે. મલેશિયાની સરકારે દેશમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના નાગરિકોને પણ લાગુ કરશે.
આ દેશમાં ભારતીયોની એન્ટ્રી પર BAN, ટ્રાવેલ કરતા પહેલા જાણો આ સમાચાર

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના ઝડપથી વધતા કેસે ચિંતા વધારી છે. મહામારીનો માર સહન કરી રહેલા ભારતીયો માટે હવે મલેશિયાએથી ખરાબ સમાચાર આવ્યા છે. મલેશિયાની સરકારે દેશમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના નાગરિકોને પણ લાગુ કરશે.

તમને જણાવી દઇએ કે મલેશિયાની સરકારના આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત લાંબા ગાળાના પાસ ધારકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી નાગરીકો થવાના છે.

તમને જણાવી દઇએ કે, માર્ચથી જ મલેશિયામાં તમામ વિદેશી પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવેલો છે.

મલેશિયાના પ્રધાનમંત્રી મોહિઉદ્દીન યાસીને ગત શુક્રવારે એક ભાષણમાં કહ્યું હતું કે, કોરોના મહામારી સક્રિય રીતથી દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહી છે. તેના પર અંકુશ લગાવવા માટે કરવામાં આવેલા ઉપાયોને વર્ષના અંત સુધી લાગુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં છેશમાં 69,921 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ થઇ છે, જ્યારે 819 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news