નૂડલ્સનો આ 'ચોંકાવનારો' VIDEO ખુબ થયો છે વાઈરલ, જેણે જોયો તેને પરસેવો છૂટી ગયો

આ દુનિયા જુગાડ પર ચાલી રહી છે. આપણે અનેકવાર જોયું છે અને ક્યારેક જીવનમાં અમલમાં પણ મૂક્યો છે. ક્યારેક આવા તુક્કા કામે લાગે છે અને કેટલીકવાર તો એવું પણ બન્યું છે કે આવા જુગાડ દુનિયાને હચમચાવી નાખે છે.

નૂડલ્સનો આ 'ચોંકાવનારો' VIDEO ખુબ થયો છે વાઈરલ, જેણે જોયો તેને પરસેવો છૂટી ગયો

નવી દિલ્હી: આ દુનિયા જુગાડ પર ચાલી રહી છે. આપણે અનેકવાર જોયું છે અને ક્યારેક જીવનમાં અમલમાં પણ મૂક્યો છે. ક્યારેક આવા તુક્કા કામે લાગે છે અને કેટલીકવાર તો એવું પણ બન્યું છે કે આવા જુગાડ દુનિયાને હચમચાવી નાખે છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાઈરલ થયો છે કે તે જોઈને ખુશ થવું કે ચોંકવું...કેટલાક યૂઝર્સને તો પરસેવો છૂટી ગયો. 

આપણમાંથી કોઈ એવું નહીં હોય જેણે 2 મિનિટ્સવાળા નૂડલ્સને ખાધા ન હોય...આ નૂડલ્સને મેગી સાથે જોડવાની કોશિશ કરાઈ છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પરંતુ એક વ્યક્તિએ જે કરામત કરી છે તે જોઈને ભલભલા લોકો મોઢામાં આંગળા નાખી ગયાં.

સોશીયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ મેગી નુડલ્સથી એવું કામ કરી બતાવી છે કે જોનારાના હોશ ઉડી જાય. વીડિયોમાં આ વ્યક્તિ નૂડલ્સથી પોતાના  બાથરૂમના ટૂટેલા વોશ બેઝિનને જોડી રહ્યો છે. વ્યક્તિએ કાચી મેગીનો ઉપયોગ કરીને વોશ બેઝિનનો આગળનો તૂટેલો ભાગ બિલકુલ ઠીક કરીને જોડી દે છે. જુઓ વીડિયો....

— Ken Rutkowski (@kenradio) May 15, 2019

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નૂડલ્સનો એક ભાગ લઈને સિંકના તૂટેલા ભાગમાં ભરે છે અને ત્યારબાદ તેમાં કેટલોક સામાન નાખીને તેને ચીપકાવી દે છે. છેલ્લે તે પેઈન્ટ કરીને સિંકને એકદમ નવી બનાવી દે છે. 

સોશિયલ મીડિયામાં યૂઝર્સે આવી કરી કોમેન્ટ્સ
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયો બાદ લોકોએ ખુબ કોમેન્ટ્સ પણ કરી છે. કોઈનું કહેવું છે કે આ વીડિયો ફેક છે. કારણ કે નૂડલ્સ દ્વારા કોઈ પણ વસ્તુ ખાસ કરીને ચાઈના માટીથી બનેલા સિંકને તો ન જ જોડી શકાય. જ્યારે કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ ચિંતત થઈ ગયા અને ફરી એકવાર નૂડલ્સથી થતા નુકસાન અંગે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news