વોશિંગ્ટન: અમેરિકામાં એક વ્યક્તિને કોલ્ડ ડ્રિંકની બોટલના પૂરેપૂરા પૈસા ન ચૂકવવા ભારે પડ્યા. આરોપી પર 50,000 ડોલર એટલે કે 36 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે. એટલું જ નહીં તેણે સાત વર્ષ જેલમાં પણ પસાર કરવા પડી શકે છે. આ બાજુ આરોપી વ્યક્તિએ સાવ સામાન્ય અપરાધ માટે આટલી મોટી સજા ન આપવાની કોર્ટને ગુહાર લગાવી છે. તેનું કહેવું છે કે તે 36 લાખ ભરવા માટે સક્ષમ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે થઈ ગડબડ
ન્યઝવીકના એક રિપોર્ટ મુજબ અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા 38 વર્ષના જોસેફ સોલોલવેસ્કી  (Joseph Sobolewski) ને પોલીસે કોલ્ડ ડ્રિંકના પૂરેપૂરા પૈસા ન ચૂકવવા બદલ ધરપકડ કરી લીધો છે. વાત જાણે એમ છે કે સોલોલવેસ્કી 23 ઓગસ્ટના રોજ એક સ્ટોરમાં ગયો હતો. જ્યાં કોલ્ડ ડ્રિંકની બોટલો પર ડિસ્કાઉન્ટ મળતું હતું. આ ડિસ્કાઉન્ટના ચક્કરમાં તે પૂરા પૈસા આપ્યા વગર જ ત્યાંથી જતો રહ્યો. 


43 સેન્ટ ઓછી કરી હતી ચૂક્વણી
સ્ટોર પર એક બોર્ડ મારેલુ હતું જેના પર લખ્યું હતું કે 3 ડોલરમાં બે બોટલ. સોલોલવેસ્કીએ કાઉન્ટર પર 2 ડોલર આપ્યા અને એક બોટલ લઈને જતો રહ્યો. જ્યારે આ ઓફર ફક્ત ત્યારે જ મળવાની હતી જ્યારે તે બોટલ ખરીદત. એટલે કે એક બોટલ 2.29 ડોલરની હતી, 1.50 ડોલરની નહીં. જેવું કેશિયરને ખબર પડી કે જોસેફ 43 સેન્ટ ઓછા આપીને ગયો તો તે તેની પાછળ ભાગી. પરંતુ ત્યાં સુધીમાં તો તે પોતાની કારમાં બેસીને જતો રહ્યો હતો. 


કેશિયરે પોલીસને જાણ કરી
ત્યારબાદ કેશિયરે પોલીસને ફોન કર્યો. પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસે થોડીવાર બાદ જોસેફ સોબોલવેસ્કીને પકડી લીધો અને જેલમાં નાખી દીધો. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે સોબોલવેસ્કીએ 50,000 ડોલરનો દંડ ભરવો પડશે. જો જોસેફ દોષિત સાબિત થશે તો તેને ઓછામાં ઓછી 7 વર્ષની કેદ પણ થઈ શકે છે. 


પહેલા પણ ગયો હતો જેલમાં
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચોરીના ગુનામાં જોસેફ ત્રીજી વાર પકડાયો છે. 10 વર્ષ પહેલા તેણે પોતાની કારમાં ગેસ ભરાવ્યો હતો અને પૈસા આપ્યા વગર જતો રહ્યો હતો. એ જ રીતે 2011માં તેણે જૂતા ચોરી કર્યા હતા. ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો હતો. અગાઉ પણ તે 7 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. તેના પર વારંવાર ગુનો કરવાના કારણે આટલો દંડ ફટકારવામાં આવ્યો છે.