બ્રિટનના આ શહેરમાં ચાકૂબાજીની ઘટના, અનેક લોકો ઘાયલ, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો

બ્રિટનના બર્મિંગહામ શહેરમાં શનિવારે મોડી રાતે અનેક લોકો પર ચાકૂથી હુમલો થયો. પોલીસે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવતા જણાવ્યું કે પોલીસને એક વ્યક્તિને ચાકૂ માર્યું હોવાની જાણકારી મળી હતી અને થોડીવારમાં તો બીજા અનેક લોકોને ચાકૂથી  ઘાયલ થયા હોવાની માહિતી મળી.

બ્રિટનના આ શહેરમાં ચાકૂબાજીની ઘટના, અનેક લોકો ઘાયલ, પોલીસે વિસ્તાર ખાલી કરાવ્યો

બર્મિંગહામ: બ્રિટનના બર્મિંગહામ (Birmingham) શહેરમાં શનિવારે મોડી રાતે અનેક લોકો પર ચાકૂથી હુમલો થયો. પોલીસે આ ઘટનાને એક મોટી ઘટના ગણાવતા જણાવ્યું કે પોલીસને એક વ્યક્તિને ચાકૂ માર્યું હોવાની જાણકારી મળી હતી અને થોડીવારમાં તો બીજા અનેક લોકોને ચાકૂથી  ઘાયલ થયા હોવાની માહિતી મળી. આ સાથે જ તમામ ઈમરજન્સી સેવાઓએ એક સાથે કામ કરવાનું શરૂ કરી દીધુ છે. પોલીસે જણાવ્યું કે અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ સંખ્યાની પુષ્ટિ હજુ થઈ નથી કે ગંભીરતા વિશે જાણકારી મળી નથી. 

— AFP news agency (@AFP) September 6, 2020

વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે નિવેદન આપ્યું કે ત્યાં શું થયું હતું તે માહિતી મેળવવાની કોશિશ થઈ રહી છે. હાલ કોઈ પણ પ્રકારની અટકળોને ઉતાવળ જણાવવામાં આવી છે. વિસ્તારને ખાલી કરાવી નખાયો છે. કેટલાક રસ્તા બંધ કરાવી દેવાયા છે. પોલીસે ગે વિલેજ નામના બર્મિંગહામના વિસ્તારને ખાલી કરાવ્યો છે. આ ઘટનાને 'મોટી ઘટના' ગણાવવામાં આવતા સ્પષ્ટ છે કે આ મામલો ખુબ ગંભીર છે અને તેને લોકો માટે જોખમી ગણાવવામાં આવ્યો છે. 

We immediately attended, along with colleagues from the ambulance service. A number of other stabbings were reported in the area shortly after.

— West Midlands Police (@WMPolice) September 6, 2020

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news