ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે દેખાવો, રસ્તા પર ઉતર્યા લોકો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પાસે આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એકવાર ફરીથી પાકિસ્તાન વિરુદ્ધ ભડકો થયો છે. આ વખતે આ વિરોધનો કારણ બન્યો છે પાકિસ્તાન દ્વારા થોપવામાં આવેલો ટેક્સ કાયદો. 

  •  પાકિસ્તાન દ્વારા થોપાયેલા કાયદા વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યાં લોકો
  • વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ થયા સામેલ
  • જ્યાં સુધી ટેક્સ પાછા નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો ચાલુ રહેશે.

Trending Photos

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે દેખાવો, રસ્તા પર ઉતર્યા લોકો

નવી દિલ્હી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પાસે આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એકવાર ફરીથી પાકિસ્તાન વિરુદ્ધ ભડકો થયો છે. આ વખતે આ વિરોધનો કારણ બન્યો છે પાકિસ્તાન દ્વારા થોપવામાં આવેલો ટેક્સ કાયદો. અહીંની જનતાએ આ ટેક્સને ગેરકાયદેસર ગણાવીને ન ચૂકવવાનું એલાન કર્યું છે અને સાથે સાથે વિરોધ પ્રદર્શનો કરતા રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. સ્કર્દૂ શહેરમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે ધરણા અને પ્રદર્શનો થઈ રહ્યાં છે. શનિવારની સવારથી જ સ્કર્દૂના લોકો ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર ઉતરી આવ્યાં અને હાથમાં પાકિસ્તાન વિરુદ્ધ નારા લખેલા પોસ્ટર અને બેનરો સાથે પ્રદર્શનો કરવા લાગ્યાં. સ્કર્દૂ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો એક જિલ્લો છે.

એક દેખાવકારે ભીડને સંબોધિત કરતા કહ્યું કે હું ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો, જે કરાંચી, ક્વેટા, લાહોર સહિત પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં રહે છે તેમને અપીલ કરું છું કે તેઓ પોત પોતાના શહેરોમાં રસ્તાઓ પર ઉતરીને પાકિસ્તાનની સરકારના આ પગલાંનો વિરોધ કરે. સ્કર્દૂના કારોબારીઓનું કહેવું છે કે તેઓ દેખાવકારોની સાથે છે અને જ્યાં સુધી પાકિસ્તાન આ ટેક્સને પાછા ન ખેંચે ત્યાં સુધી વિરોધ જારી રહેશે.

અત્રે જણાવવાનું કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં સમય સમય પર પાકિસ્તાનની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શનો થતા રહે છે. ગત 30 ઓક્ટોબરના રોજ અહીંના લોકોએ બ્લેક ડે ઉજવ્યો હતો. 22મી ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાની સેનાએ અહીં એક મોટો હુમલો કર્યો તો. તે હુમલાની 70મી તિથીના અવસરે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. 

— ANI (@ANI) November 18, 2017

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news