ઈરાનના રાજઈ પોર્ટમાં જોરદાર વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ, બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઈ

ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 500 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

 ઈરાનના રાજઈ પોર્ટમાં જોરદાર વિસ્ફોટ, 500થી વધુ લોકો ઘાયલ, બ્લાસ્ટ થતાં નાસભાગ મચી ગઈ

Explosion in Iran : ઈરાનના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત બંદર અબ્બાસ શહેરમાં શનિવાર (26 એપ્રિલ) ના શહીદ રાજઈ પોર્ટ પર મોટો ધમાકો થયો છે. ઈરાનની સરકારી મીડિયા અનુસાર આ ધમાકામાં અત્યાર સુધી 500થી વધુ લોકોને ઈજા પહોંચવાના સમાચાર છે.

પોર્ટમાં ધમાકો થયા બાદ ચારે તરફ લોકોની ચીસો સાંભળવા મળી હતી. તો ભીષણ વિસ્ફોટ બાદ આગને કાબૂમાં લેવા પોર્ટની તમામ ગતિવિધિઓ તત્કાલ રોકી દેવામાં આવી છે. ઈરાનની સેમી-ઓફિશિયલ તસનીમ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ પોર્ટ પર મોટી સંખ્યામાં લોકો કામ કરે છે, તેવામાં આ ધમાકામાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઘાયલ થવા અને મોત થવાની આશંકા છે.

— BNO News (@BNONews) April 26, 2025

દુર્ઘટના વિશે અધિકારીઓએ આપી જાણકારી
આ ભીષણ ધમાકા વિશે એક સ્થાનીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રમુખ મેહરદાદ હસનજદેહે ઈરાનના સરકારી મીડિયાને કહ્યુ- આ ભીષણ દુર્ઘટનાની પાછળ કારણ શહીદ રાજઈ પોર્ટ પર રાખેલા કન્ટેનરોમાં થયેલો વિસ્ફોટ હતો. હાલ અમે ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે મેડિકલ સેન્ટર મોકલી રહ્યાં છીએ.

જ્યારે હોર્મોઝગાન રેડ ક્રેસન્ટ સોસાયટીના વડા, મુખ્તાર સાલાહશૌરે રાજ્ય ટીવી મીડિયાને જણાવ્યું હતું કે, "બંદર પર મોટા વિસ્ફોટને પગલે ચાર ઝડપી પ્રતિસાદ ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી છે."

અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહી છે વાતચીત
આ વિસ્ફોટ તેવા સમયે થયો છે જ્યારે ઈરાન ઓમાનમાં અમેરિકા સાથે પરમાણુ સમજુતીને લઈને ચર્ચા કરી રહ્યું છે. આ વાતચીતનું નેતૃત્વ અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાધચી કરી રહ્યાં છે. આ સાથે બંને પક્ષોના નિષ્ણાંતો વચ્ચે તકનીકી સ્તરની બેઠકો થઈ રહી છે. અધિકારીઓ પ્રમાણે આ વાર્તાનું લક્ષ્ય એક નવી પરમાણુ સમજુતી પર પહોંચવાનું છે, જેનો ઈરાદો ઈરાનને પરમાણુ હથિયાર વિકસિત કરતા રોકવાનો છે. તેના બદલે અમેરિકા ઈરાન પર લાગેલા કઠોર પ્રતિબંધને હટાવી શકે છે. પરંતુ ઈરાને આ આરોપોથી સતત ઈનકાર કર્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news