)
Explosion in Mexico: રાષ્ટ્રપતિ શીનબામ (Sheinbaum) એ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને સોનોરાના ગવર્નરે તપાસના આદેશ આપ્યા છે. સોનોરા રેડ ક્રોસ સોસાયટીએ પોલીસે સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રેડ ક્રોસના 40 સ્વયંસેવકોએ પોલીસ અને 10 એમ્બ્યુલન્સ સાથે મળીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
તહેવારની ખુશી માતમમાં બદલાઈ
સોનોરા રાજ્યના એટર્ની જનરલ ગુસ્તાવો સાલાસે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. દેશભરમાં 'ડે ઑફ ધ ડેડ' તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો આ તહેવાર તેમના દિવંગત સ્વજનોની યાદમાં મનાવે છે. શોભાયાત્રાઓ કાઢીને પોતાના પ્રિયજનોને શ્રદ્ધાંજલિ આપે છે. આ દરમિયાન, હર્મોસિલો શહેરની સુપરમાર્કેટમાં અચાનક એક સ્ટોરમાં ધમાકો થયો અને ભયંકર આગ લાગી ગઈ. 4 બાળકો સહિત 23 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે.
🇲🇽 A huge explosion at a Waldos store in downtown Hermosillo, #Mexico on Saturday, causing a fire that killed several people.
The blast happened around 2 p.m., trapping customers inside.
Authorities say at least 14 people may have died, including 8 minors, and more than 23… pic.twitter.com/om84EyaNjf— Info Connect (@infoconnectnow) November 2, 2025
ઝેરી ગેસના કારણે લોકોનો શ્વાસ રૂંધાયો
એટર્ની જનરલે જણાવ્યું કે લોકોના મોત આગ લાગવાથી ઉત્પન્ન થયેલી ઝેરી ગેસના કારણે શ્વાસ રૂંધાવાથી થયા છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડો ઝડપથી આખા સ્ટોરમાં ફેલાઈ ગયો. કાચની દિવાલો અને એક જ બહાર નીકળવાના દરવાજા (સિંગલ એક્ઝિટ ગેટ)ને કારણે ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે લોકો બેહોશ થઈ ગયા. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તો તેમણે દમ તોડી દીધો હતો. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા છે અને મૃતદેહોનું પરીક્ષણ કર્યું છે. વિસ્ફોટ થવા અને આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રિકલ ફોલ્ટ હોઈ શકે છે.
તપાસના આદેશ
સોનોરાના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ જણાવ્યું કે હર્મોસિલો નગરપાલિકાએ આતંકવાદી હુમલો થવાની વાતને નકારી કાઢી છે. વિસ્ફોટ થવા અને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દેશના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામ (Claudia Sheinbaum) એ પણ પોતાના 'એક્સ' (X) હેન્ડલ પર પોસ્ટ લખીને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.