છૂટાછેડાના સમાચાર વચ્ચે મેલાનિયા ટ્રમ્પે કર્યું કંઇક આવું, થઈ રહી છે ખુબજ ચર્ચા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ની તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે. જેમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing)ના નિયમને ભૂલી સૈનિકોની સાથે હાથમાં હાથ લઇને ચાલતા જોવા મળે છે.

Updated By: Nov 13, 2020, 07:33 PM IST
છૂટાછેડાના સમાચાર વચ્ચે મેલાનિયા ટ્રમ્પે કર્યું કંઇક આવું, થઈ રહી છે ખુબજ ચર્ચા

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની પત્ની મેલાનિયા ટ્રમ્પ (Melania Trump)ની તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ છે. જેમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing)ના નિયમને ભૂલી સૈનિકોની સાથે હાથમાં હાથ લઇને ચાલતા જોવા મળે છે.

સૈનિકોના સન્માનમાં યોજાયો હતો કાર્યક્રમ
મેલાનિયા ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ પૂર્વ સૈનિકોના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ હતો, જેમાં તે સામેલ થયા હતા. આ કાર્યક્રમ અર્લિંગટન નેશનલ સેમેટરી (Arlington National Cemetery)માં આયોજિત હતો. ગત વર્ષ પણ બંને આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો:- 62 દિવસથી કોમામાં હતો યુવક, આ 2 શબ્દ સાંભળીને હ્રદયના ધબકારા વધી ગયા...ભાનમાં આવી ગયો

સૈનિકોએ લગાવ્યા હતા માસ્ક, પરંતુ...
કાર્યક્રમ દરમિયાન તમામ સૈનિકોએ માસ્ક લગાવ્યા હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે માસ્ક પહેર્યા ન હતા. જો કે, તેમની પુત્રી ઇવાંકા ટ્રમ્પ (Ivanka) અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ (Mike Pence)ની પત્નીએ માસ્ક પહેરેલું હતુ.

આ પણ વાંચો:- હાફિઝ સઈદને ઝટકો, જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને 32 વર્ષની સજા

સૈનિકોની સાથે ચાલતી જોવા મળી મેલાનિયા ટ્રમ્પ
મેલાનિયા ટ્રમ્પ સૈનિકો સાથે હાથમાં હાથ લઇને ચાલતી જોવા મળી હતી. આ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે. જેમાં સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આઆવે છે અને પૂર્વ સૈનિકોને સન્માનિત કરવામાં આવે છે.

આ પણ વાંચો:- કોરોના સામે લડત: WHO પ્રમુખે PM મોદીના પ્રયત્નોને બિરદાવ્યા, કહ્યું- 'નમસ્તે...

ચર્ચામાં છે છૂટાછેડાનો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. એવા સમાચાર આવી રહ્યાં છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ ગુમાવ્યા બાદ બંન છૂટાછેડા લઈ શકે છે. જો કે, સત્તાવાર તેની પુષ્ટી કરવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube