DNA Test: એક મહિલાએ મજાક-મજાકમાં DNA ટેસ્ટ કરાવ્યો, પરંતુ તેના પરિણામોએ વર્ષો જૂનું રહસ્ય ખોલ્યું. અમેરિકાના મિશિગન રાજ્યમાં રહેતી એક મહિલાને ખબર પડી કે તે 1997માં થયેલા એક વણઉકેલાયેલા હત્યા કેસ સાથે સંબંધિત છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસે તેની દાદીની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર 23 વર્ષીય જેના ગેરવાટોવ્સ્કીએ ક્રિસમસ પર એક મિત્ર તરફથી કિટ ભેટ મળ્યા બાદ ફેમિલી-DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. આ પછી તરત જ તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષ પછી મેચ થયો DNA 
મિશિગન સ્ટેટ પોલીસના એક જાસૂસે તેને પૂછ્યું કે, "શું તમે બેબી ગાર્નેટ કેસ વિશે સાંભળ્યું છે?" 1997ના આ મામલાએ નાના શહેરમાં હલચલ મચાવી દીધી હતી. જ્યારે ગાર્નેટ લેક કેમ્પગ્રાઉન્ડમાં ટોયલેટમાંથી એક મૃત શિશુ મળી આવ્યું હતું. જે બેબી ગાર્નેટ તરીકે ઓળખાય છે. આ તે જ જગ્યા છે જ્યાં જેના મોટી થઈ હતી. જો કે, આ કેસ તે સમયે થોડી તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે બાળકની ઓળખ અથવા કોઈ એવી વ્યક્તિ વિશે કોઈ પુરાવો મળ્યો ન હતો. હવે લગભગ 30 વર્ષ પછી ડિટેક્ટીવ જેનાએ કહ્યું કે- "તમારો DNA તેના સાથે મેચ થાય છે."


માતાએ માહિતી આપવાની કરી હતી મનાઈ
ધ મિરરના રિપોર્ટ અનુસાર, જ્યારે જેનાએ તેની માતા કારા ગેરવાટોવ્સ્કીને આ વિશે જણાવ્યું તો તેમણે વિચાર્યું કે આ છેતરપિંડી હોઈ શકે છે. કારણ કે જેનાના દાદા સાથે પણ કોઈએ જાસૂસ બતાવીને છેતરપિંડી કરી હતા. કારાએ જેન્નાને કહ્યું કે, તેની અંગત માહિતી કે પાસવર્ડ કોઈને ન જણાવે. તે રાત્રે જેન્નાનો સંપર્ક મિસ્ટી ગિલિસ નામના વ્યક્તિ દ્વારા થાય છે. તે આઇડેન્ટિફાઇન્ડર્સ ઇન્ટરનેશનલના વરિષ્ઠ ફોરેન્સિક વંશાવળી અને કોલ્ડ કેસ લાઈઝનર છે. જો કે, જ્યારે તેમણે DNA પાસવર્ડ માંગ્યો ત્યારે જેનાએ મનાઈ કરી દીધી હતી.


દાદી નીકળી આરોપી
એક અઠવાડિયા પછી જેના તેની ફૂલની દુકાનમાં કામ કરતી હતી ત્યારે તેની માતાએ તેને ગભરાઈને બોલાવી. તે ઘરે આવી અને તેની માતાને રસોડાના ટેબલ પર જેનીના પિતરાઈ ભાઈ સાથે બેઠેલી હતી. જેમનો પોલીસે બેબી ગાર્નેટની હાલત અંગે જાણ કરવા સંપર્ક કર્યો હતો. જેન્નાએ કહ્યું કે, મારી માતાની આંખોમાં આંસુ હતા. જ્યારે જેનાના પિતરાઈ ભાઈના ચહેરા પર આઘાત દેખાવ હતો. કોર્ટના રેકોર્ડ મુજબ જેનાની ડીએનએ કિટ પરથી જાણવા મળ્યું કે, તે બેબી ગાર્નેટની સાવકી ભત્રીજી હતી. તેની માતા કારા બેબી ગાર્નેટની સાવકી બહેન હોવાનું બહાર આવ્યું છે. 42 વર્ષીય કારાએ તેમની માતા નેન્સી ગેરવાટોવ્સ્કીથી 18 વર્ષથી ઉંમરથી જ વાત કરી ન હતી. એટલે કે જેના તેની દાદીને ક્યારેય મળી નથી. જેનાએ કહ્યું કે "હું આખી જીંદગી આ કેસ વિશે અજાણ હતી અને પછી મને ખબર પડી કે મારી દાદીએ આ કર્યું?"


દાદીએ આ દલીલો આપી
મિશિગન એટર્ની જનરલે કહ્યું કે, નેન્સીએ ન્યૂબેરી સ્થિત પોતાના ઘરમાં એકલા જ નવજાત બાળકને જન્મ આપ્યો. આ સમય દરમિયાન બાળક ગાર્નેટનું શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હતું. જો કે, જો નેન્સી ઈચ્છતી હોત તો તે મેડિકલ હેલ્પ લઈને તેને રોકી શકતી હતી, પરંતુ તે તેમ કરવા માંગતી ન હતી. જો કે, નેન્સીએ કહ્યું કે, તેમણે સ્નાન કરતી વખતે અણધારી રીતે બાળકને જન્મ આપ્યો હતો. તેણીએ તેના શરીરમાંથી ભ્રૂણને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે બાળકને જન્મ આપી શકી ન હતી. ડિલિવરી દરમિયાન તે બેહોશ થઈ ગઈ હતી. પછી જ્યારે તે હોશમાં આવી ત્યારે તેમણે મૃત બાળકને એક થેલીમાં મૂક્યું અને તેને તે જગ્યાએ છોડી દીધું. નેન્સી પર ખૂનનો ખુલ્લેઆમ આરોપ મૂકવામાં આવ્યો છે, જે આજીવન કેદની સજાને પાત્ર ગુનો છે.