મ્યાનમારમાં ભયાનક ભૂકંપના કારણે 144 અને થાઈલેન્ડમાં 9 લોકોના મોત, અમેરિકાના એક્સપર્ટે કર્યો ચોંકાવનારો દાવો
Myanmar Thailand Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપે સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાને હચમચાવી નાખ્યું છે. રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતાના આ ભૂકંપના કારણે ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં લગભગ 144 લોકોના મોતના આંકડા સામે આવ્યા છે.
Trending Photos
Myanmar Thailand Earthquake: ભૂકંપના કારણે મ્યાનમારમાં 144 લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. કેટલાકની હાલત નાજુક છે. જ્યારે વિનાશકારી ભૂકંપના કારણે થાઈલેન્ડમાં 9 લોકોના મોત થયા છે અને લગભગ 100 લોકો ઘાયલ થયા છે. ચીનમાં બે લોકો ઘાયલ થયાના સમાચાર છે.
મ્યાનમાર-થાઈલેન્ડ સહિત 5 દેશો આજે ભૂકંપથી હચમચી ગયા હતા. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવ્યો હતો. મ્યાનમારમાં ભૂકંપના કારણે 25 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે મ્યાનમારના મંડલેમાં 20 લોકોના મોત થયા હતા, જ્યારે તાઉન્ગુમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. ભૂકંપ બાદ આફ્ટરશોકના કારણે પણ ગભરાટ છે. અનેક વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે.
જ્યારે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપ પછી 30 માળની એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં 3 કામદારોના મોત થયા અને 81 લોકો કાટમાળ નીચે દટાયા છે. થાઈલેન્ડના નાયબ વડાપ્રધાન ફુમથમ વેચાચાઈએ માહિતી આપી કે, આ આપત્તિ મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે થઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારમાં હતું, પરંતુ તેની અસર બેંગકોક સહિત અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. અધિકારીઓએ દુર્ઘટનામાં જાનહાનિ વધવાની આશંકા વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
થાઈલેન્ડમાં ભારતીય દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ બેંગકોકમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યો છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે, અમે થાઈ અધિકારીઓ સાથે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ, હજુ સુધી કોઈ ભારતીય નાગરિકના જાનહાનિના અહેવાલ નથી. બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને ચિયાંગ માઈમાં કોન્સ્યુલેટના તમામ સભ્યો સુરક્ષિત છે. ભારતીય નાગરિકોને એલર્ટ રહેવા અને જરૂર પડવા પર દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઈમરજન્સી સંપર્ક નંબર: +66 618819218... થાઈલેન્ડમાં ફસાયેલા ભારતીય નાગરિકો કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં આ નંબર પર સંપર્ક કરી શકે છે.
ક્યા-ક્યા આવ્યો ભૂકંપ?
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મ્યાનમારમાં 7.7 અને 6.4ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. બીજી તરફ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, જેના કારણે એક ઉંચી ઈમારત ધરાશાયી થઈ ગઈ અને સરકારે ઈમરજન્સી જાહેર કરવી પડી. મેટ્રો અને રેલ સેવાઓ બંધ કરવી પડી હતી. મ્યાનમારમાં આવેલા આ વિનાશકારી ભૂકંપના આંચકા ભારતના મેઘાલય અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ અનુભવાયા હતા. આ સિવાય બાંગ્લાદેશ અને ચીનના યુનાન પ્રાંતમાં પણ ભૂકંપ આવ્યો હતો.
Bangkok earthquake right now #bangkok #earthquake #bkknews #bkk #แผ่นดินไหว #deprem #myanmar
Myanmar'da 7.7 şiddetinde deprem meydana geldi... pic.twitter.com/9TtEGNutfg
— Night Haber (@NightHaberAjans) March 28, 2025
બેંગકોકમાં મેટ્રો સેવા બંધ
ભૂકંપના કારણે બેંગકોકમાં એક 30 માળની નિર્માણાધીન ઈમારત તૂટી પડી હતી, જેમાં ત્રણ કામદારોના મોત થયા હતા અને કાટમાળ નીચે ઘણા લોકો દટાઈ ગયા હતા. રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. થાઈલેન્ડ સરકારે ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે અને મેટ્રો, રેલવે અને હવાઈ સેવાઓને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. થાઈલેન્ડના સ્ટોક એક્સચેન્જમાં પણ ટ્રેડિંગ બંધ થઈ ગયું હતું.
મ્યાનમારમાં 90 વર્ષ જૂનો પુલ અને મસ્જિદ ધરાશાયી, 3ના મોત
મ્યાનમારના મંડાલેમાં 90 વર્ષ જૂનો ઐતિહાસિક 'અવા બ્રિજ' ઈરાવદી નદીમાં ધરાશાયી થયો હતો. આ સિવાય એક મસ્જિદનો ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. નાયપીદાવ સહિત ઘણા શહેરોમાં રસ્તાઓ અને ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. સોશિયલ મીડિયા પરની તસવીરોમાં ધરાશાયી થયેલી ઈમારતો, રોડ પર ફેલાયેલ કાટમાળ અને લોકોમાં અરાજકતા જોવા મળે છે.
પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી, ભારતે મદદની ઓફર કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આપત્તિ પર ચિંતા વ્યક્ત કરી અને X પર એક પોસ્ટમાં કહ્યું કે, ભારત દરેક શક્ય મદદ માટે તૈયાર છે. તેમણે લખ્યું કે, હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું, ભારત દરેક સંભવ મદદ કરવા તૈયાર છે. આ સંદર્ભે અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. તેમજ વિદેશ મંત્રાલયને મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારોના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે