PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સાથે ફોન પર વાત કરી. બંને દેશના નેતાઓએ આ દરમિયાન પરસ્પર રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા જતાવી અને કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગને લઈને જોઈન્ટ પ્રાથમિકતાઓ તથા પડકારો પર ચર્ચા કરી. 

PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ મંગળવારે અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સાથે ફોન પર વાત કરી. બંને દેશના નેતાઓએ આ દરમિયાન પરસ્પર રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા જતાવી અને કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગને લઈને જોઈન્ટ પ્રાથમિકતાઓ તથા પડકારો પર ચર્ચા કરી. 

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડેનની જીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલીવાર વાતચીત થઈ છે. 

— Narendra Modi (@narendramodi) November 17, 2020

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને તેમને શુભેચ્છા પાઠવી. અમે ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારી પ્રત્યે પ્રતિબદ્ધતા દોહરાવી અને કોવિડ 19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત વિસ્તારમાં સહયોગ પર જોઈન્ટ પ્રાથમિકતાઓ અને પડકારો પર ચર્ચા કરી."

— Narendra Modi (@narendramodi) November 17, 2020

પ્રધાનમંત્રીએ અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે, "તેમની સફળતા ભારતીય અમેરિકન સમુદાય માટે ગર્વ અને પ્રેરણાની વાત છે. આ સમુદાય ભારત-અમેરિકા સંબંધોની મજબૂતાઈનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news