વિશ્વના સૌથી શક્તિશાળી નેતાને પછાડીને ફેસબુક પર નંબર બન્યા પીએમ મોદી
સોશિયલ સાઇટ ફેસબુક પર હવે લોકપ્રિયતાની વાત આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સહિત દુનિયાના અન્ય નેતાઓથી આગળ છે.
જિનેવાઃ સોશિયલ સાઇટ ફેસબુક પર હવે લોકપ્રિયતાની વાત આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સહિત દુનિયાના અન્ય નેતાઓથી આગળ છે. એક નવા અભ્યાસ પ્રમાણે સોશિયલ મીડિયા સાઇટ પક 4.32 કરોડ લોકો ભારતીય વડાપ્રધાનને ફોલોવ કરે છે. નવા અભ્યાસ પ્રમાણે ટ્રંપ 2.31 કરોડ ફોલોઅર્સની સાથે બીજા સ્થાને છે. ટ્રંપ અન્ય એક મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર સૌથી આગળ છે. ફેસબુક પર વિશ્વ નેતાઓ પર કરાયેલા નવા અભ્યાસમાં આ ખુલાસો થયો છે.
આ અભ્યાસ બુર્લસ કોહન એન્ડ વોલ્ફેએ જારી કર્યો. એક વ્યક્તવ્યમાં કહેવામાં આવ્યું કે, અધ્યયનમાં એક જાન્યુઆરી બાદથી રાષ્ટ્રાધ્યક્ષો, શાસનાધ્યક્ષો તથા વિદેસ મંત્રીઓના 650 ફેસબુક પેજનો આમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રમાણે ફેસબુકનું ક્રાઉનટેંગલ ટૂલના માધ્મયથી સમગ્ર આંકડા ભેગા કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ફેસબુક પર લાઇક કે ચર્ચાઓનો આંકડો છે તો છેલ્લા 14 મહિના દરમિયાન ટ્રંપના ફેસબુક પેજ પર કોઈપણ વિશ્વ નેતાના મુકાબલે વધુ સંવાદ નોંધાયો. તેના પેજ પર 20.49 કરોડ ચર્ચા, કોમેન્ટ, લાઇક અને શેર વગેરે થયું.
બીજીતરફ મોદીની આ મામલે સંખ્યા11.36 કરોડ રહી. પીએમ મોદી હંમેશા જનતા સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પ્રોત્સાહન આપતા રહ્યાં છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપત જોકો વિડોડોની સાથે ફેસબુક સાઇટ પર 4.60 કરોડ સંવાદ જ્યારે કંબોડિયાના વડાપ્રધાન સૈકડેક હન સેન અને આર્જેન્ટીનાના રાષ્ટ્રપતિ મારિસિઓ મૈક્રીને ફેસબુક પર ક્રમશ 3.60 કરોડ અને 3.34 કરોડ સંવાદ તથા લાઇક નોંધાઈ. અભ્યાસ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યો દેશોમાંથી 91 ટકા એટલે કે 175 દેશોમાં સરકારના સત્તાવાર ફેસબુક પેજ સંચાલિત કરવામાં આવે છે.