Video : સ્પેસ સ્ટેશનમાં એકબીજાને ગળે લગાવી રહ્યા હતા એસ્ટ્રોનટ્સ, અચાનક સુનિતા વિલિયમ્સ સામે આવી ગયું 'એલિયન'

Alien In ISS : છેલ્લા 9 મહિનાથી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ફસાયેલા છે, આ લોકોને પાછા લાવવા માટે એક મિશન મોકલવામાં આવ્યું છે. સ્પેસ સ્ટેશનમાં એસ્ટ્રોનટ્સ એકબીજાને ગળે લગાવી રહ્યા હતા ત્યારે અચાનક સુનિતા વિલિયમ્સ સામે 'એલિયન' આવી ગયું હતું. 
 

Video : સ્પેસ સ્ટેશનમાં એકબીજાને ગળે લગાવી રહ્યા હતા એસ્ટ્રોનટ્સ, અચાનક સુનિતા વિલિયમ્સ સામે આવી ગયું 'એલિયન'

Alien In ISS : અવકાશમાં 9 મહિનાથી ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પાછા લાવવા માટે ક્રૂ સાવર SpaceX ડ્રેગન કેપ્સુલ મોકલવામાં આવ્યું હતું. તો આ કેપ્સ્યુલમાં હાજર ક્રૂનું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર એક 'એલિયન' દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સુનિતા વિલિયમ્સ પણ ISSમાં એલિયનને જોઈને ચોંકી ગયા હતા, જો કે પછી તે પણ હસવા લાગ્યા. ત્યારે જાણી લઈએ કે એલિયન ISS સુધી કેવી રીતે પહોંચ્યો ?

એ એલિયન કોણ હતો ?

હકીકતમાં આ 'એલિયન' નાસાના અવકાશયાત્રી નિક હેગ છે. તે પહેલાથી જ ISS પર તૈનાત હતા. તેમણે એલિયન માસ્ક પહેરીને ક્રૂનું સ્વાગત કર્યું. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હેગ એલિયન માસ્ક પહેરીને અવકાશયાનના હેચમાં પ્રવેશતા દેખાય છે. વીડિયોમાં, સુનિતા અને બુચ વિલ્મોર તેમનું સ્મિત સાથે સ્વાગત કરે છે.

 

And, yes, this is real. It just aired on @NASA TV. pic.twitter.com/BH6mp7I6QH

— Justin Sluss (@justinsluss) March 16, 2025

સુનિતાને લેવા માટે ક્રૂ પહોંચી

તમને જણાવી દઈએ કે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન હાલમાં ISS પર છે. ક્રૂ-10 અવકાશયાત્રીઓ ફાલ્કન 9 રોકેટની ઉપર લોન્ચ કરાયેલા ડ્રેગન અવકાશયાન દ્વારા ISS પહોંચ્યા. સફળ ડોકીંગ પછી, હેચ ખુલ્યો અને પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે ત્યાં હાજર તમામ અવકાશયાત્રીઓને ગળે લગાવીને મળ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે.

અવકાશયાત્રીઓ 9 મહિનાથી ફસાયેલા છે

તમને જણાવી દઈએ કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024ના રોજ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં કેપ કેનાવેરલ જવા રવાના થયા હતા. બંને ત્યાં ફક્ત 8 દિવસના મિશન માટે ગયા હતા, પરંતુ અવકાશયાનમાંથી હિલીયમ લીકેજ અને વેગમાં ઘટાડો થવાને કારણે, બંને છેલ્લા 9 મહિનાથી સ્પેસ સ્ટેશનમાં અટવાઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news