એકવાર ફરીથી સુનિતા વિલિયમ્સની સ્પેસમાંથી વાપસી અદ્ધરતાલે! જાણો કેમ ક્રુ-10 લોન્ચ ન થઈ શક્યું?
ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની અંતરિક્ષમાંથી વાપસી અંગે હાશકારો થયો હતો કે હવે જલદી પાછા આવી જશે પરંતુ વળી પાછી સમસ્યા આવતા વાપસી ટળી છે. જાણો શું છે મામલો.
Trending Photos
અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની ધરતી પર વાપસી એકવાર ફરીથી ખોરવાઈ છે. અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી અંગે મોટી આશા સેવાઈ રહી હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સુનિતાની વાપસી સુનિશ્ચિતક રવા માટે ક્રુ-10 નામનું એક સ્પેસશીપ લોન્ચ કરવાના હતા.
પરંતુ હવે ટેક્નિકલ સમસ્યાઓના કારણે ક્રુ-10ના લોન્ચિંગને ટાળવું પડ્યું છે. નાસાએ કહ્યું કે ક્રુ-10માં હાઈડ્રોલિક સિસ્ટમમાં મુશ્કેલીના કારણે તેનું લોન્ચિંગ રોકવું પડ્યું. અત્રે જણાવવાનું કે ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની વાપસી માટે ક્રુ-10 ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે તેનો હેતુ ક્રુ-9ની જગ્યા લેવાનો છે. ક્રુ-9થી જ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસમાં ગયા હતા. નાસાએ પહેલા કહ્યું હતું કે ક્રુ-9 આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટશન (ISS)થી ત્યારે જ પાછું આવી શકે છે જ્યારે ક્રુ-10 અંતરિક્ષમાં લોન્ચ કરાય.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે રસ લઈ રહ્યા છે. તેમણે સ્પેસ એક્સના માલિક એલન મસ્કને આ અંગે જવાબદારી પણ સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધા છે. તેમણે કહ્યું કે આ અંગે એલન મસ્ક સાથે તેમની વાત થઈ છે અને મસ્કે આ અંગે હા પણ પાડી દીધી છે.
ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધુ અને ક્રુ-10ને લોન્ચ કરવાની હતી. પરંતુ તેનું લોન્ચિંગ એકવાર ફરીથી ટળ્યું છે. નાસાના જણાવ્યાં મુજબ હવે ક્રુ-10નું આગામી લોન્ચિંગ 17 માર્ચના રોજ ગુરુવારે થઈ શકે છે. જો કે હજુ પણ આ તારીખ ફિક્સ નથી અને હવામાન સહિત અન્ય ફેક્ટર્સ પર ધ્યાન આપવું જરૂરી રહેશે. ક્રુ-10 સ્પેસ એક્સનું માનવ અંતરિક્ષ પરિવહન પ્રણાલીનું 10મું ક્રુ રોટેશન મિશન છે.
અત્રે જણાવવાનું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત વર્ષ 5 જૂનના રોજ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન ગયા હતા. તેઓ એક અઠવાડિયા બાદ પાછા ફરવાના હતા. પરંતુ બોઈંગ સ્ટારલાઈનરમાં ગડબડીના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા. બંને અંતરિક્ષયાત્રીઓ બોઈંગ અને નાસાના જોઈન્ટ ક્રુ ફ્લાઈટ ટેસ્ટ મિશન પર સ્પેસમાં ગયા હતા. ત્યારબાદ હવે તેમને પાછા લાવવાની કોશિશો ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે