કાઠમંડુ: નેપાળ (Nepal )માં રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (PM KP Sharma Oli)ની આગેવાની હેઠળ સરકારે રાષ્ટ્રપતિ (President) પાસે 1 જાન્યુઆરીના સંસદના ઉચ્ચ સદન (Upper House)ના શિયાળુ સત્ર (Winter Session)ને બોલાવવાની ભલામણ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પીએમ ઓલી ( KP Sharma Oli)ની ભલામણ પર ગત રવિવારના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રતિનિધિ સભાના ભંગ કરવા અને મધ્યાવધિ ચૂંટણી તારીખોની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ નેપાળ (Nepal)માં રાજકીય સંકટ વધ્યો છે.


આ પણ વાંચો:- વૈજ્ઞાનિકો કરી રહ્યા છે 'Disease X' ની શોધ, કોરોનાથી પણ ખતરનાક વાયરસનો ખતરો


વિપક્ષી દળ કરી રહ્યું છે વિરોધ પ્રદર્શન
સંકટગ્રસ્ત પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી ( KP Sharma Oli)ની સામે સત્તારૂઢ પાર્ટીનો એક વિભાગ અને વિપક્ષી દળ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.


સ્વાસ્થ્ય મંત્રી હૃદયેશ ત્રિપાઠીએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઉચ્ચ સદન નેશનલ વિધાનસભાના સત્રને 1 જાન્યુઆરીએ બોલાવવા રાષ્ટ્રપતિને ભલામણ કરવાનો નિર્ણય કર્યો છે.


આ પણ વાંચો:- કોરોનાના નવા સ્ટ્રેનનો ફેલાવવાનો ખતરો, આ દેશે પણ સસ્પેન્ડ કરી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ


ઓલી સરકારને 'કારણ બતાવો' નોટિસ
નેપાળની સુપ્રીમ કોર્ટ (Supreme Court) પ્રતિનિધિ સભાના ભંગ કરવાના વિરુદ્ધ દાખલ 13 રિટ અરજીઓની સુનાવણી કરી રહી છે. શુક્રવારે કોર્ટે ઓલી સરકારને 'શો કોઝ' નોટિસ ફટકારી હતી અને સંસદ વિસર્જનના આકસ્મિક નિર્ણય અંગે લેખિત સ્પષ્ટતા માંગી હતી.


નેપાળ (Nepal)ના બંધારણમાં સંદન વિસર્જન કરવાની કોઈ જોગવાઈ નથી, તેથી પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી (KP Sharma Oli) વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. નેપાળમાં છેલ્લા ઘણા મહિનાઓથી રાજકીય ગરબડ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube