)
નેપાળમાં જનરેશન ઝેડ (Gen-Z) ના વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ સોશિયલ મીડિયા પર લાગેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. નેપાળના સંચાર, સૂચના અને પ્રસારણ મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગે આ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે હિંસા અને વિરોધ પ્રદર્શન જોતા નેપાળ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સર્વસંમતિથી સોશિયલ મીડિયા પર લાગેલો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો અને તાકીદે લાગૂ કરાયો.
18 લોકોના મોત
નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ આ વિરોધ પ્રદર્શનમાં એક જ દિવસમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયા છે. સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરંગે જણાવ્યું કે હવે નેપાળમાં તમામ સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઈટ્સ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ (ટ્વિટર) અને અન્ય 26 પ્લેટફોર્મ્સ એક્ટિવ થઈ ગયા છે. હવે GenZ દેખાવકારો પોતાનું આંદોલન પાછું ખેંચે અને પોતાના ઘરે પાછા ફરી શકશે. આ વિરોધ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, અનેક ઘાયલ થયા તથા ગૃહમંત્રી રમેશ લેખકે પણ પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું.
#WATCH | Nepal: People in Kathmandu stage a massive protest against the government over alleged corruption and the recent ban on social media platforms, including Facebook, Instagram, WhatsApp and others.
At least 18 people have died and more than 250 people have been injured… pic.twitter.com/zz0mLm5VQ6
— ANI (@ANI) September 8, 2025
તપાસ માટે સમિતિ
નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઔલીએ હિંસા અને વિરોધ પ્રદર્શન માટે બહારના તત્વોને જવાબદાર ઠેરવ્યા જેમણે નેપાળમાં માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર રચ્યું. પ્રધાનમંત્રીએ હિંસા અને વિરોધ પ્રદર્શનની તપાસ માટે એક ન્યાયિક સમિતિની રચના કરી છે. જેણએ 15 દિવસમાં રિપોર્ટ સોંપવાનો રહેશે. આ સાથે જ તેમણે મૃતકોના પરિજનોને વળતર અને ઘાયલોને વિનામૂલ્યે સારવારની જાહેરાત કરી છે.
Nepal lifts ban on social media after 19 protestors killed in a single day, PM not to resign
Read @ANI Story | https://t.co/MROtmeXwaV#Nepal #socialmedia #protests pic.twitter.com/o31Mx2ANtb
— ANI Digital (@ani_digital) September 9, 2025
કેમ મૂકાયો હતો પ્રતિબંધ
અત્રે જણાવવાનું કે નેપાળ સરકારે 4 સપ્ટેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ લગાવવાનું કારણ નિયમો મુજબ રજિસ્ટ્રેશન ન કરાવવાનું હતું. પ્રતિબંધ લાગ્યા બાદ નેપાળમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, એક્સ (ટ્વિટર) અને અન્ય 26 પ્લેટફોર્મ બ્લોક થયા હતા. ફેક ન્યૂઝ, નફરતી ભાષાવાળું કન્ટેન્ટ અને ઓનલાઈન ક્રાઈમને રોકવા માટે સોશિયલ મીડિયા બેન કરવાનું કારણ સરકારે જણાવ્યું હતું. પરંતુ યુવાઓએ આ પ્રતિબંધને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવીને પોતાના હકની લડાઈ લડવાનો નિર્ણય કર્યો હતો.
સંસદ ભવન સુધી પહોંચ્યા હતા દેખાવકારો
8 સપ્ટેમ્બરને હામી નેપાળ નામના સંગઠનના બેનર હેઠળ GenZ દેખાવકારો રસ્તાઓ પર ઉતર્યા હતા. રાજધાની કાઠમંડૂના મૈતીઘર મંડલાથી નારેબાજી અને વિરોધ પ્રદર્શન કરતા સંસદ ભવન સુધી પહોંચ્યા હતા. પોલીસે તેમને રોકવા માટે પહેલેથી જ બેરિકેડ લગાવી રાખ્યા હતા. પરંતુ પ્રદર્શનકારીઓએ તે તોડી નાખ્યા. તેમણે સંસદ ભવનમાં ઘૂસવાની કોશિશ કરી. રોકવામાં આવતા તેમણે એમ્બ્યુલન્સને પણ આગચંપી કરી અને પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે જવાબી કાર્યવાહી કરતા પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો.
ટીયર ગેસના સેલ છોડ્યા
દેખાવકારો જ્યારે ઉગ્ર થયા તો તેમને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ અને રબર બુલેટ્સનો ઉપયોગ કરવો પડ્યો. પરંતુ દેખાવકારોની સંખ્યા એટલી વધુ હતી કે પોલીસે પછી લાઈવ ફાયરિંગ કરવું પડ્યું. ફાયરિંગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને ઘાયલ થયા. ઘાયલોમાં 28 પોલીસકર્મી પણ સામેલ છે. નેપાળમાં પરીક્ષાઓ સ્થગિત કરીને શાળા કોલેજો 2 દિવસ માટે બંધ રખાયા.