કાઠમંડૂ: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા (KP Oli Sharma) ઓલીએ ફરી એકવાર વિવાદિત નિવેદન આપતાં ભારત પર સાંસ્કૃતિક અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. પ્રધાનમંત્રી નિવાસમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ઓલીએ કહ્યું કે ભારતએ 'નકલી અયોધ્યા'ને ઉભું કરીને નેપાળની સાંસ્કૃતિક તથ્યોનું અતિક્રમણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલીનો દાવો છે કે ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા ભારતના ઉત્તર પ્રદેશમાં જ નહી પરંતુ નેપાળના વાલ્મિકી આશ્રમ પાસે છે. વાલ્મિકી રામાયણનું નેપાળી અનુવાદ કરનાર નેપાળના આદિકવિ ભાનુભક્તની જન્મ જયંતિના અવસર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ઓલીએ કહ્યું કે અમે લોકો આજ સુધી આ ભ્રમમાં છીએ કે સીતાના લગ્ન જે રામ થયા હતા તે ભારતીય છે. તે ભારતીય નથી પરંતુ નેપાળી જ છે. 


ઓલીનો દાવો છે કે અયોધ્યા જનકપુરથી પશ્વિમમાં રહેલા બીરગંજની પાસે ઠોરી નામક જગ્યામાં એક વાલ્મિકી આશ્રમ છે ત્યાંના જ રાજકુમાર હત. વાલ્મિકી નામક જગ્યા અત્યારે બિહારના પશ્વિમ ચંપારણ જિલ્લામાં છે જેનો કેટલોક ભાગ નેપાળમાં પણ છે. 


તેમણે સવાલ કર્યો કે ભારત દ્વારા દાવો કરવામાં આવનાર સ્થળ પર રાજા સાથે લગ્ન કરવા માટે અયોધ્યાના લોકો જનકપુરમાં કેવી રીત આવ્યા? વડાપ્રધાનમંત્રી ઓલીએ કહ્યું કે તે સમયે કોઇ ટેલીફોન અથવા મોબાઇલ ફોન ન હતો. 'આ જાણવું સંભવ નથી કે ક્યાંથી છે? પહેલાં લગન નજીક નજીક થતા હતા. એટલા માટે ભારત જે અયોધ્યાનો દાવો કરે છે એટલી દૂર લગ્ન કરવા કોણ આવતું હશે? નજીક જ લગ્ન કરી લેતાં. 


(ઇનપુટ: ભાષા એજન્સી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube