)
Nepal Wedding: નેપાળ તેની સંસ્કૃતિ માટે આખી દુનિયામાં જાણીતું છે. નેપાળની પરંપરાઓ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતીય લગ્નોમાં દુલ્હા-દુલ્હન એકબીજાને જય માળા પહેરાવે છે, પરંતુ નેપાળની પરંપરાઓ ભારતથી થોડી અલગ છે. ભારતમાં એક તરફ વરરાજા નોટોની માળા પહેરે છે, જ્યારે નેપાળમાં દુલ્હા-દુલ્હન ઘાસ એટલે કે દૂર્વાની માળા પહેરે છે. ચાલો જાણીએ કે, દુલ્હા-દુલ્હન ઘાસની માળા કેમ પહેરે છે.
નેપાળી દુલ્હા-દુલ્હન કેમ પહેરે છે ઘાસના માળા?
નેપાળમાં લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હન ઘાસના માળા પહેરે છે. એવું માનવામાં આવે છે કે ઘાસ લાંબા, નવા અને સમૃદ્ધ જીવનનું પ્રતીક હોય છે. આ માળા દંપતી દ્વારા પહેરવામાં આવે છે જેથી તેમનું નવું જીવન સમૃદ્ધ અને લાંબુ ચાલે. આ જ કારણ છે કે, નેપાળી લગ્નોમાં દુલ્હા-દુલ્હનના ગળામાં દૂર્વા માળા જોવા મળે છે.
ઘાસની માળા કેમ પહેરવામાં આવે છે?
નેપાળી પરંપરા અનુસાર ઘાસની માળા પહેરાવીને દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપવામાં આવે છે જેથી તેમનું જીવન પણ દુર્વાની જેમ લીલું રહે. દુર્વા ઉનાળાની ઋતુમાં સુકાઈ જાય છે, પરંતુ વરસાદ આવતાની સાથે જ દુર્વા ફરી લીલી થઈ જાય છે. જેનો અર્થ એ છે કે, જો લગ્નજીવનમાં કોઈ ઝઘડો થાય છે, તો વ્યક્તિએ દુર્વાની જેમ ધીરજ રાખવી જોઈએ કારણ કે વરસાદ પછી દુર્વા ફરી લીલી થઈ જાય છે. તેવી જ રીતે લગ્નજીવનમાં ઉદ્ભવતી સમસ્યા પણ દૂર થઈ જાય છે.
બર્મુડા ઘાસમાંથી બનાવવામાં આવે છે માળા
નેપાળી લગ્નમાં ઘાસની માળા પહેરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. માળા દુલ્હા-દુલ્હન માટે આશીર્વાદરૂપ હોય છે. નેપાળી યુગલો માટે ઘાસની માળા ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવે છે. ઘાસના માળા બનાવવામાં પથ્થરો અને રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે, માળા બનાવવા માટે બર્મુડા ઘાસનો ઉપયોગ થાય છે? કારણ કે આ ઘાસ કાપ્યા પછી પણ તે સુકાતું નથી.
Disclaimer: પ્રિય વાચક અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.