South China Sea Tension: મિડલ ઈસ્ટ જેવી જ સ્થિતિ હવે સાઉથ ચાઈના સી વિસ્તારમાં પણ ઉભી થઈ શકે છે. જ્યાં સૈન્ય તણાવ વધવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે અમેરિકાની નજર માત્ર ઈરાન પર જ નહી પરંતુ ચીન પર પણ છે. ચીન હાલમાં ઈરાનને સમર્થન આપી રહ્યું છે, પરંતુ અંદરખાને તાઈવાન પર કબજો જમાવવાની તૈયારી પણ કરી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ વાત ઘણીવાર કહી ચુક્યા છે. પરંતુ તેમના વિરૂદ્ધ ચાલી રહેલું ઓપરેશન તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

South China Sea Tension: મિડલ ઈસ્ટના યુદ્ધની આડમાં ચીન જે મિશન પર કામ કરી રહ્યું હતું. તેને હવે ત્રણ દેશોએ મોટો ઝટકો આપ્યો છે. આ ત્રણેય દેશો હવે તાઈવાન સ્ટ્રેટના જળક્ષેત્રમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ કરશે. જ્યાંથી ચીની સેના તાઈવાનને ઘેરવાની તૈયારી કરી રહી હતી. એટલે કે દક્ષિણ ચીન સમુદ્રથી લઈને તાઈવાન સ્ટ્રેટ સુધી ઓપરેશન APJએ શી જિનપિંગ માટે તણાવ વધાર્યો છે.
3 દેશો થયા એક
આ ઓપરેશન ત્રણ દેશો મળીને શરૂ કરી રહ્યા છે. તેમાં અમેરિકાની આગેવાની રહેશે. ફિલિપાઈન્સ આધાર સપોર્ટ આપશે અને જાપાન સૌથી વધુ સૈનિક મોકલશે. ત્રણેય દેશોએ આ યુદ્ધાભ્યાસને બાલ્કિસ્તાન 2026 નામ આપ્યું છે. આ અભ્યાસ કેટલો વિશાળ છે તેનો અંદાજ એથી લગાવી શકાય છે કે દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ આ વિસ્તારમાં આ સૌથી મોટો સૈન્ય જમાવડો છે.
જિનપિંગ સામે સૌથી મોટો યુદ્ધાભ્યાસ
આ યુદ્ધાભ્યાસમાં ત્રણેય દેશોના 17,000 સૈનિકો ભાગ લઈ રહ્યા છે
તમામ સૈનિકો ફિલિપાઈન્સના સૈન્ય બેઝ પર પહોંચી ચૂક્યા છે
જાપાનના જહાજો 88 એન્ટી-શિપ મિસાઇલ સાથે આવ્યા છે
આ અભ્યાસ ફિલિપાઈન્સના ઉત્તર ભાગમાં તાઈવાન સ્ટ્રેટ નજીક થશે
17,000 સૈનિકો લાઈવ ફાયર ડ્રિલમાં ભાગ લેશે
આ સમગ્ર અભ્યાસ 19 દિવસ સુધી ચાલશે
17 હજાર સૈનિકો લઈ રહ્યા છે ભાગ
બાલ્કિસ્તાન 2026 એવો સમય છે જ્યારે અમેરિકા અને ફિલિપાઈન્સ વચ્ચેની રક્ષા સંધિના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પહેલા 2025ના અભ્યાસ દરમિયાન અમેરિકાએ પોતાની આધુનિક એન્ટી શિપ મિસાઈલ, નેવી મરીનનું NMESIS અને HIMARS રોકેટ સિસ્ટમ તૈનાત કર્યા હતા.
તાઈવાન સ્ટ્રેટના જળક્ષેત્રમાં યુદ્ધાભ્યાસ
તે વખતે ચીન ખૂબ જ પ્રતિક્રિયા આપતું જોવા મળ્યું હતું. જો કે, તે સમયે લાઈવ ફાયર ડ્રિલ થઈ નહોતી. પરંતુ આ વખતે અમેરિકા ફિલિપાઈન્સના સૈનિકોને ટાયફન મિસાઇલની તાલીમ સાથે લાઈવ ફાયર ડ્રિલ પણ કરાવી રહ્યું છે. હાલ ચીન આ મુદ્દે શાંત છે, પરંતુ આવનારા સમયમાં તે ચુપ બેસી રહેશે એવું લાગતું નથી. ચીની થિંક ટેન્ક્સ હવે આંકલન કરી રહ્યા છે કે, ત્રણ દેશોનો આ સંયુક્ત અભ્યાસ તાઈવાન પર કબ્જા કરવાની તેમની યોજના માટે કેટલો મોટો પડકાર બની શકે છે.