New Zealand: ઓમિક્રોનનો ડર! એક વ્યક્તિએ 24 કલાકમાં લગાવી લીધા વેક્સીનના 10 ડોઝ
New Zealand: ન્યૂઝીલેન્ડમાં એક વ્યક્તિએ 24 કલાકની અંદર કોવિડ-19 વેક્સીનના 10 ડોઝ લગાવ્યા છે.
ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડમાં એક વ્યક્તિએ 24 કલાકની અંદર કોરોના વેક્સીનના 10 ડોઝ લગાવી લીધા છે. આ ઘટના સામે આવ્યા બાદ હવે સ્વાસ્થ્ય મંત્રાલયે તપાસના આદેશ આપ્યા છે.
જાણકારી પ્રમાણે આ વ્યક્તિએ એક દિવસમાં અલગ-અલગ રસીકરણ કેન્દ્રો પર જઈને રસી લીધી હતી. ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયના રસીકરણ કાર્યક્રમના સમૂહ ડાયરેક્ટર એસ્ટ્રિડ કોર્નનીફનું કહેવુ છે કે અમે આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યાં છીએ અને આ સ્થિતિને લઈને ચિંતિત છીએ. તેમણે આગળ કહ્યું કે, જો તમે પણ એવા કોઈ વ્યક્તિને જાણો છો જેણે રસીના વધુ ડોઝ લીધા છે તો તેને જલદી ડોક્ટરની સલાહ લેવાનું કહો.
વેક્સીનના વધુ ડોઝ લેવાથી નુકસાનઃ સ્વાસ્થ્ય ડાયરેક્ટર
તો આ મામલાને લઈને કેન્દ્રના સ્વાસ્થ્ય ડાયરેક્ટર નિક્કી ટર્નરનું કહેવું છે કે એક દિવસમાં આટલા ડોઝ લેવાનો ડેટા અમારી પાસે હાજર નથી. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે વેક્સીનના ઘણા ડોઝ લેવાથી વધુ નુકસાન થાય છે.
આ પણ વાંચોઃ સાઉદી અરબે Tablighi Jamaat પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- તે આતંકવાદનું પ્રવેશદ્વાર
નિક્કી ટર્નરે આગળ કહ્યું કે, અમારી પાસે તે વાતની જાણકારી નથી કે કોઈ વ્યક્તિએ વધુ ડોઝ લીધા બાદ ક્યા પ્રકારે દુષ્પ્રભાવનો સામનો કરવો પડી શકે છે.
રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
મહત્વનું છે કે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોકો બીજાના ઓળખ પત્રનો ઉપયોગ કરી ઘણીવાર કોરોના રસીકરણ કરાવી લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtub