કેનેડા: ટોરેંટોમાં રેસ્ટોરંટની પાસે અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકો ઘાયલ, શૂટર ઠાર મરાયો

કેનેડાનાં ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક લોકોનાં માર્યા ગયાનાં અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક સમયાનસુર રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે ગ્રીકટાઉનનાં લોગાન એન્ડ જેડફોર્થ એવન્યુ ખાતે આ ઘટના બની હતી.

કેનેડા: ટોરેંટોમાં રેસ્ટોરંટની પાસે અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકો ઘાયલ, શૂટર ઠાર મરાયો

કેનેડા: કેનેડાનાં ટોરેન્ટોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં કેટલાંક લોકોનાં માર્યા ગયાનાં અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક સમયાનસુર રવિવારે રાત્રે 10 વાગ્યાના સુમારે ગ્રીકટાઉનનાં લોગાન એન્ડ જેડફોર્થ એવન્યુ ખાતે આ ઘટના બની હતી. ઘટનામાં અંદાજીત 10 લોકોને ગોળી વાગ્યાની જાણકારી મળી છે. સ્થાનિક પોલીસે સમગ્ર એરિયાને કોર્ડન કરી સઘન તપાસ હાથ ધરી છે.જો કે સમગ્ર ઘટનામાં હુમલાખોરને ઠાર મરાયો છે. સાથે જ કયા કારણોસર ફાયરિંગની આ ઘટના બની હતી તે અંગે પણ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.

પોલીસના જણાવ્યા અનુસાર ગ્રીકટાઉનમાં સ્થિત એક રેસ્ટોરંટમાંથી રાત્રે 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો ત્યારબાદ તે ત્યાં પહોંચ્યા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર સતત 25 ગોળીઓનો અવાજ સંભળાયો હતો.
 

— ANI (@ANI) July 23, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news