કૈલાસા બનાવનાર નિત્યાનંદનો નવો કાંડ, હડપી લીધી આ દેશની લાખો એકર જમીન

સ્વ-ઘોષિત ધર્મગુરૂ નિત્યાનંદના સ્વ-ઘોષિત રાષ્ટ્ર 'કૈલાસ'ના બોલિવિયામાં જમીન સંપાદનના કથિત કૌભાંડે હલચલ મચાવી દીધી છે. આરોપ છે કે નિત્યાનંદના અનુયાયીઓએ છેતરપિંડી કરીને 4.8 લાખ હેક્ટર જમીન હસ્તગત કરી હતી. બોલિવિયાની સરકારે આ ડીલ રદ કરી દીધી છે, જ્યારે ભારતમાં નિત્યાનંદ પર પહેલાથી જ ઘણા ગંભીર આરોપો છે.

કૈલાસા બનાવનાર નિત્યાનંદનો નવો કાંડ, હડપી લીધી આ દેશની લાખો એકર જમીન

નવી દિલ્હીઃ કૈલાસા દેશ બનાવીને આખી દુનિયાને ચોંકાવનારા સ્વયંભૂ ધર્મગુરુ નિત્યાનંદ ફરી એકવાર ચર્ચામાં છે... 2 સગીરાઓના અપહરણ અને દુ્ષ્કર્મના આરોપી, ભાગેડુ નિત્યાનંદે નવો કાંડ કર્યો છે... તેણે ચીનની વિસ્તારવાદની નીતિ અપનાવતાં દક્ષિણ અમેરિકાના બોલીવિયાને નિશાન બનાવ્યો છે... પોતાના ચેલાઓની સાથે મળીને તેણે લાખો હેક્ટર જમીન હડપી લીધી છે... તેની જાણકારી મળતાં જ ભારતથી લઈને બોલીવિયા સુધીની સરકાર એક્શનમાં આવી ગઈ... ત્યારે ભાગેડુ નિત્યાનંદે કેવી રીતે જમીનનો ખેલ કર્યો?... જોઈશું આ રિપોર્ટમાં...

વાત ભારતના ભાગેડુ અને જેના પર દુષ્કર્મનો આરોપ છે તેવા નિત્યાનંદની થઈ રહી છે... કૈલાસા દેશ બનાવીને આખી દુનિયાને ચોંકાવનારો નિત્યાનંદ ફરી એકવાર ચર્ચામાં છે... ભારત છોડીને નાસી છૂટનારા તેણે હવે ચીનની વિસ્તારવાદી ચાલ અપનાવી છે... કહેવામાં આવી રહ્યું છે કે નિત્યાનંદ હવે કૈલાસાની સરહદનો વિસ્તાર કરવા માગે છે.

નિત્યાનંદે હવે દક્ષિણ અમેરિકાના બોલીવિયા પર રીતસરનું આક્રમણ કર્યુ છે... કઈ રીતે તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ. નિત્યાનંદ અને તેના શિષ્યોએ બોલીવિયામાં આદિવાસીઓનો સંપર્ક કર્યો. ત્યારબાદ ત્યાંની 4.80 લાખ હેક્ટર જમીન પોતાના નામે કરાવી દીધી. આ જમીન 1000 વર્ષ સુધી લીઝ પર લેવામાં આવી હતી. દર વર્ષે માત્ર 8 લાખ 95 હજાર રૂપિયામાં જમીનની ડીલ કરવામાં આવી. જમીનના કાગળો પર હસ્તાક્ષર પણ કરી લેવામાં આવ્યા હતા.

જોકે કહેવત છે કે લાલચ બૂરી બલા હૈ... અને આવું જ કંઈક નિત્યાનંદ સાથે થયું... જમીન હડપ કરવાનો પ્લાન સફળ થાય તે પહેલાં જ મીડિયામાં તેના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા... જેના પછી બોલીવિયાના સમાચાર પત્ર અલ ડેબરે રિપોર્ટ છાપ્યો. કૈલાસાના પ્રતિનિધિ અનેક મહિના સુધી બોલીવિયામાં રહ્યા હતા. સ્થાનિક લોકોની સાથે જમીનની ડીલ પર હસ્તાક્ષર કર્યા. સ્થાનિક નેતાઓની પણ મદદ લેવામાં આવી. સમાચાર છપાયા પછી પત્રકારોને સ્થાનિક નેતાઓએ ધમકી આપી. બોલીવિયા સરકાર પર દબાણ વધ્યું તો નિત્યાનંદની જમીનની ડીલ કેન્સલ કરી દીધી છે.

આ સમગ્ર મામલો સામે આવતાં નિત્યાનંદની મુશ્કેલીમાં વધારો થયો છે... કેમ કે તેને કોઈપણ ભોગે જમીન જોઈએ છે... કેમ?.. તો તે પણ સમજી લો કાલ્પનિક દેશ કૈલાસા માટે તે જમીન ઈચ્છે છે. જેથી કાયદાકીય માન્યતા મળી શકે. હાલ ઈક્વાડોરના એક ટાપુને સંયુક્ત રાજ્ય કૈલાસા કહે છે. દાવો છે કે કૈલાસા તેનું આધ્યાત્મિક દૂતાવાસ છે. નિત્યાનંદ પોતાના અનુયાયીઓ માટે નવી જગ્યા તૈયાર કરવા ઈચ્છે છે.

ભારતમાં તેના પર દુષ્કર્મનો આરોપ છે. તેની અશ્લીલ સીડી સામે આવતાં તેને સજા પણ થઈ હતી. અને 2019માં બે સગીરાઓના અપહરણ અને તેમને ગોંધી રાખવાનો મામલો મીડિયામાં પણ ખૂબ ચગ્યો હતો. જોકે તેમાં કોઈ કાર્યવાહી થાય તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો... જોકે ઢોંગી નિત્યાનંદની વધુ એકવખત પોલ ખૂલી ગઈ છે... જેના કારણે તેની સામે મોટી મુસીબત ઉભી થઈ ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news