કોકડું ફરી ગૂંચવાયું, ઉ.કોરિયાએ દ.કોરિયા સાથે વાર્તાનો કર્યો ઈન્કાર

ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના અધિકારીઓને અજ્ઞાની અને અક્ષમ ગણાવતા ગુરુવારે કહ્યું કે હાલની સ્થિતિમાં તે દક્ષિણ કોરિયા સાથે વાર્તા કરશે નહીં.

  • ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના અધિકારીઓને ગણાવ્યાં અજ્ઞાની અને અક્ષમ
  • અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સયુંક્ત સૈન્ય અભ્યાસથી વિફર્યુ ઉ.કોરિયા
  • 16મેના રોજ થવાની હતી દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે ટોચના અધિકારીઓ વચ્ચેની વાર્તા

Trending Photos

કોકડું ફરી ગૂંચવાયું, ઉ.કોરિયાએ દ.કોરિયા સાથે વાર્તાનો કર્યો ઈન્કાર

સીઓલ: ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના અધિકારીઓને અજ્ઞાની અને અક્ષમ ગણાવતા ગુરુવારે કહ્યું કે હાલની સ્થિતિમાં તે દક્ષિણ કોરિયા સાથે વાર્તા કરશે નહીં. એક દિવસ પહેલા જ બંને કોરિયાઈ દેશો વચ્ચે વાર્તા રદ કરી દેવામાં આવી હતી. બંને દેશો વચ્ચે બુધવારે 16 મેના રોજ ઉચ્ચ સ્તરીય વાર્તા થવાની હતી. પરંતુ અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસના કારણે ઉત્તર કોરિયા વાર્તાથી પાછળ હટી ગયું. જો કે દક્ષિણ કોરિયાએ આ વાતને બહુ મહત્વ આપ્યું નથી. તેણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ઉત્તર કોરિયા સંબંધ વધુ સારા બનાવવાની પ્રતિબદ્ધથાને જાળવી રાખશે.

કેસીએનએ સમાચાર એજન્સીએ ટોચના વાર્તાકાર રી સોન ગ્વાનના હવાલે કહ્યું કે જ્યાં સુધી ઉત્તર-કોરિયા દક્ષિણ કોરિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય વાર્તા રોકવા માટે બનેલી ગંભીર સ્થિતિનું સમાધાન ન થાય ત્યાં સુધી દક્ષિણ કોરિયાના હાલના શાસન સાથે આમને સામને બેસવું સરળ નહીં હોય.

આ બાજુ અમેરિકાએ ગુરુવારે કહ્યું કે આગામી મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વચ્ચે થનારી વાતચીત માટે તેઓ આગળ વધવા તૈયાર છે. નોંધનીય છે કે ઉત્તર કોરિયાએ વાર્તાથી પાછળ હટવાની ધમકી આપેલી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું કે જો ઉત્તર કોરિયા વાર્તા  કરવા માંગતું હોય તો અમે ત્યાં હોઈશું. આ સાથે જ તેમણે કહ્યું કે વ્હાઈટ હાઉસે કાર્યક્રમમાં ફેરફાર કર્યો નથી.

કિમ જોંગ ઉન સાથે વાર્તા અંગે અમારે જોવું પડશે-ટ્રમ્પ
બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક શિખર વાર્તાને રદ કરવાની ધમકી પર સાવધાની વર્તાવતા પ્રતિક્રિયા આપી અને કહ્યું કે અમારે તેને જોવું પડશે. ઉત્તર કોરિયાએ આ ઐતિહાસિક શિખર વાર્તાને રદ કરવાની ધમકી આપતા બુધવારે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા પરમાણુ નિરસ્ત્રીકરણ પર તેને અલગ થલગ કરવાની કોશિશ કરી રહ્યું છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને 12 જૂનના રોજ ઉત્તર કોરિયાના નેતા કિમ સાથે સિંગાપુરમાં પોતાની ઐતિહાસિક શિખર સંમેલનને રદ કરવા સંબંધી પ્યોંગયોંગની ચેતવણી અંગે સૂચિત કરવામાં આવ્યું નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ બુધવારે પત્રકારોને જણાવ્યું કે કોઈ નિર્ણય લેવાયો નથી. અમને (ધમકી અંગે) સૂચિત કરવામાં આવ્યા નથી. અમારે જોવું પડશે. તેમણે કહ્યું કે અમે કઈ પણ જોયું નથી. અમે કઈ સાંભળ્યું નથી. અમે જોઈશું કે શું થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news