40 હજાર લોકોનાં ક્રેડિટકાર્ડનાં ડેટાની ચોરી: જાણો તમારૂ કાર્ડ તો નથી

One Plus કંપનીની વેબસાઇટ હેક કરીને તેનાં ગ્રાહકોનાં ડેટાની ચોરી થઇ હોવાનો કંપનીનો ખુદનો એકરાર

40 હજાર લોકોનાં ક્રેડિટકાર્ડનાં ડેટાની ચોરી: જાણો તમારૂ કાર્ડ તો નથી

નવી દિલ્હી : ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વન પ્લસ (One Plus)ની પ્રોડક્ટ ખરીદનારા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. એવા ગ્રાહકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે. વન પ્લસ કંપની દ્વારા જ તેની પૃષ્ટી કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે સાઇબર હૂમલાનાં કારે એવું થયું છે. કંપનીની વેબસાઇટ વન પ્લસ ડોટ નેટને હેટ કરવામાં આવી હતી. જ્યાંથી આશરે 40 હજાર ગ્રાહકોનાં ક્રેડિટ કાર્ડની માહિતી લીક થઇ છે.

કંપની અનુસાર એવા તમામ ગ્રાહકોને ઇ મેઇલ મોકલવામાં આવ્યો છે જેમાં ક્રેડિટ કાર્ડની માહિતી ચોરી થયાની આશંકા છે.ચીની કંપની વ ન પ્લસે યુઝર્સને પોતાનાં ક્રેડિટ કાર્ડનાં સ્ટેટસ ચેક કરવા જણાવ્યું છે. જો કોઇ પણ પ્રકારનાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળે તો તેની માહિતી તુરંત જ કંપનીને આપવાનું જણાવ્યું છે. કંપનીએ તેમ પણ કહ્યું કે, ગ્રાહક વન પ્લસની સપોર્ટ ટીમ પાસેથી પણ મદદ લઇ શકે છે.

કંપનીનાં નિવેદન અનુસાર તે પોતાનાં પ્લેટફોર્મને વધારે સુરક્ષીત બનાવવા માટે પણ કામ કરી રહ્યું છે. વન પ્લસે 40 હજાર કાર્ડની માહિતી ચોરી થયા બાદ  ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જ બંધ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે ઓનલાઇન સ્ટોરથી પ્રોડક્ટ ખરીદતા સમયે કોઇ પણ ગ્રાહક ક્રેડિટકાર્ડ દ્વારા પેમેન્ટ નહી કરી શકે. જો કે તપાસ થાય ત્યાં સુધી જ આ પેમેન્ટ ઓપ્શન બંધ કરવામાં આવ્યું છે. થર્ડપાર્ટી સિક્યરિટી એજન્સી આ મુદ્દે તપાસ કરી રહી છે. જો કે કંપની અનુસાર જે યુઝર્સે નવેમ્બર 2017થી જાન્યુઆરી 2018 વચ્ચે વેબસાઇટ પર કાર્ડની નવી માહિતી નાખી તેવા યુઝર્સને જ અસર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news