Watch Video: પાકિસ્તાનના પૂર્વ એર માર્શલે જ પોલ ખોલી; બ્રહ્મોસ મિસાઈલે AWACS તબાહ કર્યું, ભોલારી એરબેસ બરબાદ થયું

Pakistan lost AWACS aircraft Video: સીઝફાયર બાદ પાકિસ્તાન સતત પોતાની જનતાને જૂઠ્ઠાણા પર જૂઠ્ઠાણા પીરસીને પોતાની વિરતાની કહાનીઓ જણાવી રહ્યું છે. પરંતુ ભારતે જે અંદાઝમાં પુરાવા સાથે ઓપરેશન સિંદૂરની સફળતાની વાતો દુનિયાને જણાવી ત્યારબાદ હવે પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. હવે પાકિસ્તાનના રિટાયર્ડ એરમાર્શલે પોતે જે કહ્યું તે જાણીને દંગ રહી જશો. 

Watch Video: પાકિસ્તાનના પૂર્વ એર માર્શલે જ પોલ ખોલી; બ્રહ્મોસ મિસાઈલે AWACS તબાહ કર્યું, ભોલારી એરબેસ બરબાદ થયું

Operation Sindoor Pakistan lost AWACS aircraft: ભારતે પાકસ્તાનમાં એ હદે તબાહી મચાવી છે તે તેનો ખુલાસો હવે થઈ રહ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીએ પાકિસ્તાનના લગભગ 4 ફાઈટર જેટ તબાહ  કર્યા છે તદઉપરાંત પાકિસ્તાનના પંજાબમાં એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનને પણ તોડી પાડ્યું છે. આવું અમે નહીં પરંતુ પાકિસ્તાનના રિટાયર્ડ એર માર્શલ મસૂદ અખ્તર પોતે કહી રહ્યા છે. તેમણે ખુલાસો કરતા સ્વીકાર્યું કે 9-10 મેની રાતે ભારતીય સેનાના મિસાઈલ હુમલાઓમાં પાકિસ્તાનનો એક ખુબ જ કિંમતી AWACS વિમાન તબાહ થઈ  ગયું. આ વિમાન કરાચી પાસે ભોલારી એરબેસ પર ઊભું હતું. 

જુઓ આ ચોંકાવનારો ખુલાસો

— Bawali Baba (Arnav Vyas) (@BaawaliBaba) May 14, 2025

મસૂદ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતીય સેનાએ એક બાદ એક ચાર બ્રહ્મોસ મિસાઈલો છોડી. અમારા પાયલોટ્સ વિમાન બચાવવા માટે દોડ્યા પરંતુ ચોથી મિસાઈલ સીધી હેંગરમાં જઈને લાગી. જ્યાં AWACS ઊભું હતું. તે ડેમેજ થઈ ગયું અને અનેક લોકો માર્યા ગયા. એટલે કે પાકિસ્તાન હવે પોતે સ્વીકારી રહ્યું છે કે ભારતે પાકિસ્તાનમાં ખુબ તબાહી  મચાવી છે. 

શું છે આ AWACS?
AWACS એટલે કે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ પાકિસ્તાનની હવાઈ સુરક્ષાનું સૌથી મોટું હથિયાર હતું. તેને આકાશની આંખ પણ કહેવાય છે. આ વિમાન દૂરથી દુશ્મનની દરેક હરકત પર નજર રાખે છે. પોતાના ફાઈટર વિમાનોને યોગ્ય દિશા આપે છે અને હવાઈ ઓપરેશનને કંટ્રોલ કરે છે. આવામાં તેને નુકસાન પહોંચવું એ પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. ખાસ કરીને ત્યારે જ્યારે ભારત સાથે તણાવ ચરમસીમાએ છે. 

ભારતે પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું
પાકિસ્તાની સેના સતત દાવો કરી રહી હતી કે ભારતીય હુમલાઓથી તેમને ખાસ નુકસાન પહોંચ્યું નથી અને તેમના બધા સૈન્ય ઠેકાણાઓ સુરક્ષિત છે. પરંતુ મસૂદ અખ્તરના નિવેદન બાદ હવે સમગ્ર દુનિયામાં તેમની વાતોની ચર્ચા થઈ રહી છે. જેનાથી પાકિસ્તાનનું જૂઠ્ઠાણું એકવાર ફરીથી સામે આવી ગયું છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભોલોરી ઉપરાંત નૂર ખાન, સરગોધા, અને રહીમયાર ખાન જેવા મોટા એરબેસને પણ ભારતીય હુમલાઓમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટે પણ મેક્સાર ટેક્નોલોજીસની સેટેલાઈટ ઈમેજોના હવાલે તેની પુષ્ટિ કરેલી છે. જો કે રિપોર્ટમાં કહેવાયું કે નુકસાન એટલું મોટું નહતું. જેટલો દાવો થઈ રહ્યો છે. પરંતુ મોટાભાગનું નુકસાન પાકિસ્તાની ઠેકાણાઓને જ થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news