Watch Video: આખરે પાકિસ્તાનના PM એ કબૂલ્યું...કેવી રીતે ભારતે મચાવી તબાહી, કહ્યું- મને રાતે 2.30 વાગે મુનીરનો....

સત્યને લાંબા સમય સુધી ઢાંકી શકાતું નથી. ગમે ત્યારે તે બહાર આવી જ જાય છે ત્યારે જુઠ્ઠાણું આપોઆપ ખુલ્લું પડી જાય છે. આવું જ કઈંક પાકિસ્તાન સાથે થઈ રહ્યું છે. તેના એક પછી એક જૂઠ્ઠાણા ખુલ્લા પડી રહ્યા છે. હવે તો પાકિસ્તાનના પીએમએ પોતે કબૂલ્યું કે ભારતે મધરાતે હુમલો કર્યો હતો. 

Watch Video: આખરે પાકિસ્તાનના PM એ કબૂલ્યું...કેવી રીતે ભારતે મચાવી તબાહી, કહ્યું- મને રાતે 2.30 વાગે મુનીરનો....

જૂઠ્ઠાણું ફેલાવતા પાકિસ્તાને હવે ધીરે ધીરે સત્યનો સ્વીકાર આખરે મને કમને કરવો પડી રહ્યો છે. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે જે જબરદસ્ત જવાબી કાર્યવાહી કરી તેને હવે પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ પોતે જાહેરમાં સ્વીકારી રહ્યા છે. તેમણે સ્વીકાર્યું કે ભારતના મિસાઈલ હુમલામાં નૂર ખાન એરબેઝ સહિત અનેક ઠેકાણા તબાહ થયા. આ એ જ પાકિસ્તાન છે જે થોડા દિવસ પહેલા નુકસાનનો ઈન્કાર કરતું હતું અને પોતાના લોકો વચ્ચે ખોટી જીતની ઉજવણી કરી રહ્યું હતું. શહબાઝે કહ્યું કે તેમને રાતે અસીમ મુનીરનો ફોન આવ્યો અને પછી કહાની સંભળાવી. 

મિસાઈલો નૂર ખાન એરબેઝ પર પડી
અસલમાં શહબાઝ શરીફના આ વીડિયોને ઘણા લોકો શેર કરી રહ્યા છે. તેમાં શહબાઝ શરીફ કહે છે કે 9 અને 10 મેની રાતે લગભગ અઢી વાગે જનરલ અસીમ મુનીરે તેમને ફોન કરીને જણાવ્યું કે ભારતે બેલિસ્ટિક મિસાઈલો લોન્ચ કરી છે. તેમાંથી એક નૂર ખાન એરબેઝ પર પડી છે અને કેટલીક અન્ય ઠેકાણાઓ ઉપર પણ. શરીફે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની વાયુસેનાએ દેશની રક્ષામાં સ્વદેશી ટેક્નિક અને ચીનના ફાઈટર વિમાનો પર લાગેલા અત્યાધુનિક ગેઝેટ્સનો ઉપયોગ કર્યો. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો કે ભારત તરફથી બાદમાં સીઝફાયરની રજૂઆત થઈ હતી. 

— Amit Malviya (@amitmalviya) May 16, 2025

સૌથી સંવેદનશીલ અને રણનીતિક એરબેઝ
અત્રે જણાવવાનું કે નૂર ખાન એરબેઝ પાકિસ્તાનનો સૌથી સંવેદનશીલ અને રણનીતિક એરબેઝ ગણાય છે. જે ઈસ્લામાબાદ પાસે આવેલો છે. અહીંથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને અન્ય વીઆઈપી લોકોની ફ્લાઈટ્સનું સંચાલન થાય છે. સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે કે ભારતની મિસાઈલો ખુબ જ સટીકતાથી પડી અને કોઈ પણ ટાર્ગેટમાં ચૂકી નથી. તસવીરોમાં એક સફેદ ગલ્ફસ્ટ્રીમ G450 જેવી દેખાતી વીઆઈપી ફ્લાઈટ એરબેસ પર ઊભેલી જોવા મળી. 

એટલું જ નહીં કેટલાક રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે સેટેલાઈટ તસવીરોથી એવું પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય વાયુસેનાએ રાવલપિંડીમાં રહેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટને પણ નિશાન બનાવ્યું જેનાથી પાકિસ્તાનની રણનીતિક ક્ષમતાઓને જોરદાર ઝટકો મળ્યો. 7થી 11 મે વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ હતો જ્યારે પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ રહ્યા હતા. પછી ભારતે જોરદાર જવાબી કાર્યવાહી કરી દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news