ગુજરાતી ન્યૂઝWorldPahalgam Attack: PAK સેનાધ્યક્ષની ગેમ ઓવર! આર્મી ઓફિસરોના ધડાધડ રાજીનામા પડતા પાકિસ્તાની સેનામાં હડકંપ

Pahalgam Attack: PAK સેનાધ્યક્ષની ગેમ ઓવર! આર્મી ઓફિસરોના ધડાધડ રાજીનામા પડતા પાકિસ્તાની સેનામાં હડકંપ

Pakistan Army: પહેલગામ હુમલા બાદ પાકિસ્તાને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે ભારત આ રીતે આકરું વલણ અપનાવશે. હાલ પાકિસતાન ભારે દહેશતમાં છે અને એમાં પણ હવે પાકિસ્તાનની સેનામાં રાજીનામાં હારમાળા જોવા મળી છે. એકબાજુ ભારત સાથે તણાવ અને બીજી બાજુ સેનામાં અસંતોષનો માહોલ પાકિસ્તાનને હેરાન પરેશાન કરી રહ્યું છે. 

Pahalgam Attack: PAK સેનાધ્યક્ષની ગેમ ઓવર! આર્મી ઓફિસરોના ધડાધડ રાજીનામા પડતા પાકિસ્તાની સેનામાં હડકંપ

ભારત તરફથી જવાબી કાર્યવાહીની દહેશતથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની સેનામાં ભારે હડકંપ મચ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં સૈન્ય ઓફિસરો અને સૈનિકોના રાજીનામા પડી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં 100 જેટલા સેનાના કમાન્ડરો અને 500 આસપાસ સૈનિકોએ નોકરી  છોડવાની જાહેરાત કરીને પોતાના રાજીનામા મોકલી દીધા છે. ભારત તરફથી જે રીતે તૈયારીઓ થઈ રહી છે તે જોતા પાકિસ્તાનમાં હાલ ભારે ખળભળાટ મચ્યો છે. એવું કહેવાય છે કે સેનાધ્યક્ષ જનરલ આસિમ મુનીરનો ખેલ હવે ખતમ થવાનો છે. 

મુનીર પર આતંકવાદી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરાવવાનો આરોપ છે. અણેરિકા પણ મુનીરને પસંદ કરતું નથી. આવામાં મુનીરનો આ દાવ ઉલ્ટો પડતો જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા કમાન સંભાળનારી 11મી કોરના ટોચના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉમર અહમદ બુખારીએ સેના હેડક્વાર્ટરને આ અંગે જાણકારી મોકલી છે. તેમણે તાબડતોબ રાજીનામાને મોટું સંકટ ગણાવ્યું છે. 

Add Zee News as a Preferred Source

એવું કહેવાય છે કે સૈન્ય કમાન્ડર પોતે અસમંજસમાં છે. મનમાની રીતે એક કોરથી બીજી કોરમાં રિપોર્ટિંગ, ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ભાઈ-ભત્રીજાવાદ અંગે ઓફિસરો અને સૈનિકોમાં ગુસ્સો છે. સમયસર પગાર નહીં મળવાથી અને કામ કરવાની ખરાબ રીતભાતથી પણ નારાજગી જોવા મળી રહી છે. 

પહેલગામ હુમલાને કારણે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. જ્યારે પાકિસ્તાની સૈન્ય હેડક્વાર્ટરે બલુચિસ્તાન-ક્વેટામાં 12મી કોર અને અન્ય કમાનોના સેનાધિકારીઓ અને ફૌજીઓને 11મી કોરમાં રિપોર્ટ કરવાનું કહ્યું છે. 11મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉમર અહમદ બુખારી એક વર્ષથી તેની કમાન સંભાળે છે. પંરતુ રાજીનામાની હારમાળાથી તેમના પગ નીચેથી જમીન સરકી રહી છે. સેનામાં મોરચો સંભાળતા ઓફિસરોની કમી થઈ ગઈ છે. 

સેનામાં ભારે અસંતોષ
એવું કહેવાય છે કે રોજ નવા નવા આદેશોથી સૈન્ય કમાન્ડરોમાં ભારે ગુસ્સો છે. વારંવાર બદલાતી પોસ્ટિંગ અને જવાબદારીઓ વચ્ચે પરિવારનું દબાણ વધ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદે મોરચો સંભાળવા માટે પગપાળા સૈન્ય રેજિમેન્ટ, પહાડી બટાલિયન અને ફોરવર્ડ પોસ્ટ પર તૈનાતીના તોપખાના રેજિમેન્ટમાં સૈનિકોની અછત છે. પાકિસ્તાની સેનામાં ભારે નારાજગી, નબળું પડતું નેતૃત્વ અને સૈન્ય મનોબળમાં કમી સ્પષ્ટ જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news