Pahalgam Attack: છાશવારે પરમાણુ હથિયારોની ધમકી આપતા પાકિસ્તાનને ખબર નથી આ વાત! અમેરિકા પાસે તૈયાર છે આ સિક્રેટ પ્લાન

Pakistan Nuclear Weapons: પાકિસ્તાનના એક મંત્રીએ ભારતને ન્યૂક્લિર વેપનની ધમકી આપી છે. ભારતના રણનીતિક એક્શન બાદ પાકિસ્તાનની પોકળ ધમકીઓ સામે આવી રહી છે. પરંતુ પાકિસ્તાન પોતાના જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે અમેરિકા તેમાં સૌથી મોટો રોડો બનશે. ટ્રમ્પ જ્યારે ઈચ્છે ત્યારે પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર  કબજો  જમાવી શકે છે. 

Pahalgam Attack: છાશવારે પરમાણુ હથિયારોની ધમકી આપતા પાકિસ્તાનને ખબર નથી આ વાત! અમેરિકા પાસે તૈયાર છે આ સિક્રેટ પ્લાન

Pakistan Nuclear Weapons: પાકિસ્તાન ભારતને પરમાણુ હથિયારોની ધૌંસ દેખાડ્યા કરે છે પરંતુ એ ભૂલી ગયું છે કે હિન્દુસ્તાન પાસે  તેમના કરતા વધુ પરમાણુ શક્તિ છે. પહેલગામ હુમલા બાદ ગભરાયેલું પાકિસ્તાન રોજ ભાત ભાતના નિવેદનો આપ્યા કરે છે. ભારતના રણનીતિક એક્શન બાદ પાકિસ્તાન સંપૂર્ણ રીતે થથરી ગયું છે. ભયભીત થયેલું પાકિસ્તાન હાલતા ચાલતા ન્યૂક્લિયર વેપનની બડાઈ હાંક્યા કરે છે.  પરંતુ તે ડોનાલ્ડ ટ્રમ્પના એ પ્લાનથી અજાણ છે, જે તેને આ હથિયારોનો ઉપયોગ કરવા દેશે નહીં. 

પાકિસ્તાનના મંત્રીનું વિવાદિત નિવેદન
પાકિસ્તાનની શહબાજ શરીફ સરકારમાં રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ વિવાદિત નિવેદન આપ્યું છે. હનીફે કહ્યું કે પાકિસ્તાને ન્યૂક્લિયર વેપન સજાવવા માટે  બનાવ્યા નથી. શાહીન, ગોરી, અને ગઝનવી જેવી 130 મિસાઈલો ભારત માટે જ રાખવામાં આવી છે. આ નિવેદન પાકિસ્તાનનો રઘવાટ દર્શાવે છે. તેની અસર પાકિસ્તાનની છબી ઉપર પણ પડશે. વિશ્વ જોઈ રહ્યું છે કે પાકિસ્તાન કઈ રીતે ભારતને પરમાણુ હથિયારોની ધમકી આપી રહ્યું છે. આ રણનીતિક રીતે ભારતનું વિશ્વમાં પલડું મજબૂત કરશે. 

Add Zee News as a Preferred Source

અમેરિકા પાસે સિક્રેટ પ્લાન
મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે અમેરિકાએ પાકિસ્તાન પાસેથી પરમાણુ હથિયારો છીનવી લેવાનો પ્લાન પહેલેથી જ તૈયાર રાખ્યો છે. તેને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સિક્રેટ 'સ્નેચ એન્ડ ગ્રેબ' પ્લાન કહેવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે હથિયારોને છીનવી લેવા અને તેમના પર  પોતાનો કબજો જમાવવો. અમેરિકાએ આ પ્લાન 9/11 હુમલા બાદ જ બનાવી લીધો હતો. 2011માં અમેરિકાએ ઓસામા બિન લાદેનને પતાવ્યો હતો અને ત્યારબાદ જ આ પ્લાન પર વધુ મજબૂતીથી કામ થયું. 

પાકિસ્તાન બેજવાબદાર દેશ
વાત જાણે એમ છે કે અમેરિકા પણ એ વાત સારી પેઠે જાણે છે કે  પાકિસ્તાન એક બેજવાબદાર દેશ છે. તે પરમાણુ હથિયારોનો ગમે ત્યારે ખોટો ઉપયોગ કરીને આતંકવાદ ફેલાવી શકે છે. આથી અમેરિકાએ સ્નેચ એન્ડ ગ્રેબ પ્લાન તૈયાર રાખ્યો હતો. આ પ્લાનની વિસ્તૃત જાણકારી સામે આવી શકી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા પોતાની સ્પેશિયલ ફોર્સ મોકલીને પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર પોતાનો કબજો જમાવી શકે છે. 

બાઈડેન બતાવી ચૂક્યા છે 'ખતરનાક દેશ'
જો બાઈડેને રાષ્ટ્રપતિ હતા ત્યારે પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો હતો, કારણ કે પાકિસ્તાન પોતાના ત્યાં આતંકીઓને શરણ આપે છે. પાકિસ્તાનમાં ન તો લોકતંત્ર છે કે ન તો આર્મીના હસ્તક્ષેપ વગર સરકાર ચાલે છે. આથી પાકિસ્તાનની ત્યારે ઈન્ટરનેશનલ બેઈજ્જતી થઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news