ગુજરાતી ન્યૂઝWorldPahalgam Attack: 48 કલાકવાળી વાતથી ફફડી ગયું પાકિસ્તાન, ફટાફટ તૈયાર થઈ ગયું અને કરી આ ઓફર

Pahalgam Attack: 48 કલાકવાળી વાતથી ફફડી ગયું પાકિસ્તાન, ફટાફટ તૈયાર થઈ ગયું અને કરી આ ઓફર

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા.  હુમલામાં પાકિસતાની આતંકીઓની સંડોવણી સ્પષ્ટ સામે આવી છે. એટલે પાકિસ્તાન પ્રોયોજીત આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો. હંમેશા નનૈયો ભણતું પાકિસ્તાન આખરે તપાસ માટે તૈયાર થયું છે. 

Pahalgam Attack: 48 કલાકવાળી વાતથી ફફડી ગયું પાકિસ્તાન, ફટાફટ તૈયાર થઈ ગયું અને કરી આ ઓફર

Pakistan investigation offer: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતની આકરી પ્રતિક્રિયાથી પાકિસ્તાન હવે ખુબ ગભરાયું છે. પહેલગામ હુમલો એટલો  ભયાનક હતો કે દેશમાં ગુસ્સો ફાટી નીકળ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે આતંકીઓ અને તેમના સપોર્ટર્સને એવી સજા મળશે કે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. આ બધા વચ્ચે એવું લાગે છે કે પાકિસ્તાન ડરી ગયું અને હવે ત્યાંના પ્રધાનમંત્રી શહબાજ શરીફનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે તપાસ માટે તૈયાર હોવાની વાત કરી છે. 

તપાસમાં  સામેલ થવા તૈયાર
અસલમાં પાકિસ્તાની મીડિયા મુજબ શહબાજ શરીફે શનિવારે પાકિસ્તાન મિલેટ્રી એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડને સંબોધતા કહ્યું કે પાકિસ્તાન કોઈ પણ આંતરરાષ્ટ્રીય કે તટસ્થ તપાસમાં સામેલ થવા માટે તૈયાર છે. જો કે તેમણે ફરીથી ધમકીઓ આપવાનું તો છોડ્યું નહીં તેમણે કહ્યું કે આ આરોપ પ્રત્યારોપનો ખેલ હવે બંધ થવો જોઈએ. પાકિસ્તાન આતંકવાદના દરેક સ્વરૂપની ટીકા કરે છે. પરંતુ આ દરમિયાન તેમણે કાશ્મીર પર એ જ જૂનો રાગ ફરીથી આલાપ્યો. 

Add Zee News as a Preferred Source

"open to participating in any neutral, transparent probe on the Pahalgam attack"pic.twitter.com/Oomd1X8gp2

— Sidhant Sibal (@sidhant) April 26, 2025

48 કલાકની અંદર મોટી કાર્યવાહીના સંકેત?
નોંધનીય છે કે પાકિસ્તાનની આ નરમાઈ ત્યારે જોવા મળી જ્યારે ભારતે 48 કલાકની અંદર મોટી કાર્યવાહીના સંકેત આપ્યા. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારતીય સેના અને એજન્સીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે અને પાકિસ્તાનને અંદેશો છે કે ભારત સરહદપાર કોઈ મોટા ઓપરેશનને અંજામ આપી શકે છે. આ સાથે જ ભારતના અનેક કૂટનીતિક નિર્ણયોએ પણ પાકિસ્તાનની ચિંતા વધારી છે. 

આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ
ભારતે પહેલેથી પાકિસ્તાન પર રાજનયિક અને આર્થિક દબાણ વધાર્યું છે. સિંધુ જળ સંધિને ત્રણ તબક્કામાં સ્થગિત કરાઈ છે. અટારી બોર્ડર પર ગતિવિધિઓ રોકવામાં આવી છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓના વિઝા રદ કરીને તેમને 48 કલાકની અંદર દેશ છોડવાનું કહેવાયું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે હવે આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ પર જરાય ઝૂક્યા વગર એક્શન લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news