પાકિસ્તાનના થશે ટુકડે-ટુકડા! કરવામાં આવશે 12 ભાગ, જાણો શું છે મુનિરનો ખતરનાક પ્લાન?
Pakistan Division Plan: પાકિસ્તાનના ટુકડા કરવા માટેનો પ્લાન મુલ્લા મુનિરે તૈયાર કરી દીધો છે. ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજો વાળી નીતિ અંતર્ગત મુનિર પાકિસ્તાનના 12 ટુકડામાં વિભાજીત કરવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે. મુનિરના આ પ્લાનને શાહબાઝ સરકારે પણ સમર્થન આપી દીધુ છે. જો કે, આ મામલાને લઈ પાકિસ્તાનના અનેક રાજકીય પક્ષો ભાગલાના વિરોધમાં આવ્યા છે. જેના કારણે હવે એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ થવાનું છે.
Trending Photos
)
Pakistan Division Plan: પાકિસ્તાન પહેલા ઈટ થકી તુટ્યું હતું. પરંતુ હવે દિવાલ દર દિવાલ તુટી રહ્યું છે. આ આગ બીજા કોઈએ નહીં પરંતુ પાકિસ્તાન સેનાના સર્વે સર્વા મુલ્લા મુનિરે લગાવી છે. પાકિસ્તાનમાં આઝાદીની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે. પરંતુ મુલ્લા મુનિરના સૈનિકો તેમને આઝાદીના નારાને બુટ નીચે દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ફિલ્ડ માર્શલ મુલ્લા મુનિરે પાકિસ્તાનને 12 ભાગમાં વહેચવાનો પ્લાન તૈયાર કર્યો છે.
મુલ્લા મુનિર ભાગલા પાડો અને રાજ કરોની પોલીસી લાવવા માંગે છે. ભારત પર અંગ્રેજોએ આ જ નીતિથી 200 વર્ષ સુધી રાજ કર્યું હતું. જો કે, હવે પાકિસ્તાનમાં મુનિરે પણ ક્રૂર અંગ્રેજો જેવો રસ્તો અપનાવ્યો છે. પાકિસ્તાનના ટુકડા-ટુકડા કરીને પોતાના વિરૂદ્ધ ઉઠતા અવાજને દફન કરવા માંગે છે મુનિર. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના 12 ટુકડા માટેના પ્લાનને લઈ મુનિરે શાહબાઝ સરકાર સાથે પણ ચર્ચા કરી લીધી છે.
પાકિસ્તાનમાં અત્યારે ચાર પ્રાંત છે. જે ચાર પ્રાંતને મુનિર 12 ભાગમાં વેચવા માંગે છે
પંજાબ પ્રાંત
ઉત્તર પંજાબ, મધ્ય પંજાબ, દક્ષિણ પંજાબમાં વહેચશે
સિંધ પ્રાંત
કરાચી સિંધ, મધ્ય સિંધ, ઉપરલા સિંધમાં વહેચશે
ખૈબર પખ્તુનખ્વા પ્રાંત
ઉત્તરી KP, દક્ષિણ KP, ટ્રાઈબલ KP/ ફાટા રિઝનમાં વહેચશે
બલુચિસ્તાન પ્રાંત
પૂર્વ બલુચિસ્તાન, દક્ષિણ બલૂચિસ્તાન, દક્ષિણ બલુચિસ્તાનમાં વહેચશે
આગામી દિવસોમાં આ નિર્ણય અમલમાં આવી શકે છે. મુનિરના દબાણમાં શાહબાઝ સરકાર કહી રહી છે પ્રાંત નાના કરવાથી વહિવટી કાર્ય સરળ બનશે. સત્તા થોડા નેતાઓ સુધી મર્યાદીત રહેશે નહી. વધુ જનપ્રતિનિધિત્વ બનશે. વધુ સરકારો બનશે અને પાકિસ્તાનનો ઝડપથી વિકાસ થશે. પરંતુ વિકાસના દાવાઓ વચ્ચે પાકિસ્તાન સેનાના જવાનનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
કંગાળ પાકિસ્તાનમાં મુનિર એક મજબુતીના દાવાની વાતો કરી રહ્યો છે. ત્યારે જાણકારો એવું કહે છે, મુનિરનો આ પ્લાન પાકિસ્તાનમાં નવા ગૃહયુદ્ધમાં ધકેલી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














