)
Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. જ્યારે દેશમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાના મુદ્દા પર રાજકારણ ગરમાઈ રહ્યું છે. બન્ને દેશોના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અને વિપક્ષ પણ સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ વચ્ચે પાકિસ્તાને ત્રીજા પક્ષની મધ્યસ્થતાને લઈ મોટી કબૂલાત કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું કે, ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ ત્રીજા પક્ષની મદદથી વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે પાકિસ્તાને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને પૂછ્યું કે, શું ભારત ત્રીજા પક્ષની મધ્યસ્થતા ઇચ્છે છે, ત્યારે રુબિયોએ કહ્યું કે, ભારત તેને 'દ્વિપક્ષીય મામલો' માને છે અને મધ્યસ્થતા ઇચ્છતું નથી.
?Big Confession By Pakistan!
Pakistan's Foreign Minister Ishaq Dar says India had denied any 3rd party mediation with Pakistan.
When Pak asked US Secretary of State Marco Rubio about 3rd party mediation with India as Trump claims, Rubio denied saying India says it's "Bilateral… pic.twitter.com/77PvyfbSK1
— Ankur Singh (@iAnkurSingh) September 16, 2025
'પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માંગે છે'
ઈશાક ડારે અલ જઝીરાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માંગે છે, પરંતુ ભારત તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો. બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી INDIA ગઠબંધને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. તેમનો આરોપ છે કે, ત્રીજા પક્ષની મધ્યસ્થતાથી જ યુદ્ધવિરામ થયું હતું.
ડારની ગીદડભભકી
ઇશાક ડારે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ઇસ્લામિક દેશોની રક્ષા માટે પરમાણુ શક્તિ ધરાવતું પાકિસ્તાન હંમેશા તૈયાર છે. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અને ઇઝરાયલને પણ ગીદડભભકી આપતા કહ્યું કે, 'પાકિસ્તાન પાસે ખૂબ મોટી અને શક્તિશાળી સેના છે, જેણે પરંપરાગત યુદ્ધોમાં તેની ક્ષમતા સાબિત કરી છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો મધ્ય પૂર્વમાં ઇઝરાયલના હુમલાને રોકવા માટે સંયુક્ત સંગઠન બનાવવામાં આવે તો ઇસ્લામાબાદ શું કરશે? તો તેમણે આ જવાબ આપ્યો અને કહ્યું કે, પાકિસ્તાન ઇસ્લામિક દેશોનું રક્ષણ કરવા તૈયાર છે. ઇશાક ડારનો આ ઇન્ટરવ્યુ દોહામાં યોજાયેલી આરબ-ઇસ્લામિક સમિટ પહેલા રેકોર્ડ કરવામાં આવ્યો હતો.