)
Pakistan Jaffar Express Train News: પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ મંગળવારે બલુચિસ્તાનના માસ્તુંગ વિસ્તારમાં એક શક્તિશાળી વિસ્ફોટ બાદ પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયો હતો, જેના કારણે ટ્રેનના કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા જ આ ટ્રેન પર બલુચ વિદ્રોહીઓ દ્વારા ટ્રેન પર હુમલો અને અપહરણની ઘટના બની હતી. આવી સ્થિતિમાં હાલ થયેસ હુમલાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો છે.
BLAએ લીધી હુમલાની જવાબદારી
રિપોર્ટ અનુસાર, જાફર એક્સપ્રેસના પાટા પર પેશાવરમાં IED ફિક્સ કરીને વિસ્ફોટ કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટથી ટ્રેનના 6 કોચ પાટા પરથી ઉતરી ગયા છે, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.
??In Mastung’s Dasht area, a blast ? occurred on the track of the Jaffar Express coming from Peshawar to Quetta, causing the train to derail pic.twitter.com/13mal8YmZO
— THE UNKNOWN MAN (@Theunk13) September 23, 2025
આ વર્ષે 11 માર્ચે પણ થયો હતો ટ્રેન પર હુમલો
ઉલ્લેખનીય છે કે, જાફર એક્સપ્રેસ એ જ ટ્રેન છે, જેના પર આ વર્ષે 11 માર્ચના રોજ BLAએ હુમલો કર્યો હતો, જેમાં ડઝનબંધ સૈન્ય કર્મીઓને બંધક બનાવ્યા હતા. આ દરમિયાન ટ્રેન બલુચિસ્તાન પ્રાંતના બોલાન જિલ્લામાં ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. BLAએ ટ્રેનને રોકવા માટે પાટા પર બોમ્બ લગાવ્યા હતા. સાથે જ કેટલીક ટનલ અને ટ્રેકના ભાગોમાં વિસ્ફોટકો પણ ફોડ્યા હતા.
વિસ્ફોટ બાદ પલટી ગયા હતા કોચ
વિસ્ફોટ બાદ ટ્રેન ફસાઈ ગઈ અને કેટલાક કોચ પલટી ગયા. આ દરમિયાન બંદૂકધારીઓએ ટ્રેન પર હુમલો કર્યો અને નાગરિકોને મુક્ત કર્યા, જ્યારે સિવિલ ડ્રેસમાં મુસાફરી કરી રહેલા પાકિસ્તાની સેના અને પોલીસ કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. બંધકોને બચાવવા માટે પાકિસ્તાની સેનાએ ઓપરેશન શરૂ કર્યુ, જેમાં લગભગ 33 લડવૈયાઓ માર્યા ગયા. જ્યારે BLAએ 200થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.