)
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં સ્થિત સેનાના મુખ્યાલયમાં આજે ભયંકર ધમાકો થયો છે. પૂર્વી ક્વેટામાં ફ્રંટિયર કોર્પ્સ મુખ્યાલયની પાસે મંગળવારે એક જોરદાર વિસ્ફોટ બાદ ગોળીબારી થઈ. વિસ્ફોટનો અવાજ મોડલ ટાઉન અને આસપાસના વિસ્તારમાં સંભળાયો, જેને સંવેદનશીલ ક્ષેત્ર માનવામાં આવે છે. વિસ્ફોટથી આસપાસના ઘરો અને ઈમારતોની બારીઓ તૂટી ગઈ. આ ઘમાકામાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર છે.
બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકર અને આરોગ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાને સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
A plume of smoke in the sky after a powerful explosion shattered Quetta city. Gun shots still can be heard near Pishin stop. pic.twitter.com/Ndv9bBT9W6
— Saadullah Akhter (@saadiakhter) September 30, 2025
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બધા સલાહકારો, ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફ ફરજ પર છે. બચાવ સૂત્રોએ પુષ્ટિ આપી છે કે ઘાયલો અને મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ક્વેટા મોકલવામાં આવ્યા છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સત્ય બહાર આવ્યું
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક હુમલાખોર ફ્રન્ટીયર કોર્પ્સ હેડક્વાર્ટરની સામે જ ફરતા વાહનો વચ્ચે પોતાને વિસ્ફોટ કરે છે. અન્ય વીડિયોમાં આત્મઘાતી બોમ્બરના સાથીઓ ફ્રન્ટીયર કોર્પ્સ હેડક્વાર્ટરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા દેખાય છે. ત્યારબાદ ફ્રન્ટીયર કોર્પ્સ અને બંદૂકધારીઓ વચ્ચે ગોળીબાર થયો, જેમાં ચાર બંદૂકધારીઓ માર્યા ગયા. બલૂચ બળવાખોર જૂથો ઉપરાંત, બલૂચિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસનનો પ્રભાવ પણ વધ્યો છે. તેથી, આજના આત્મઘાતી હુમલાની જવાબદારી કયું બળવાખોર કે આતંકવાદી જૂથ સ્વીકારે છે તે જોવાનું બાકી છે.