નવાઝના પરત ફરતાની સાથે જ પાક.માં વિસ્ફોટ 115ના મોત 250 ઘાયલ

નવાઝ શરીફ અનેપુત્રી મરીયમ પાકિસ્તાન પહોંચે તેની કલાકો પહેલા થયેલા વિસ્ફોટમાં પુર્વ મુખ્યમંત્રીના ભાઇ સહિત 111 લોકોનાં મોત

નવાઝના પરત ફરતાની સાથે જ પાક.માં વિસ્ફોટ 115ના મોત 250 ઘાયલ

નવી દિલ્હી : પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેની પુત્રી મરિયમના સ્વદેશ પરત ફરતા પહેલા દેશમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ જ સધન કરી દેવામાં આવી છે, જો કે માત્ર 6 કલાકની અંદર 2 મોટા વિસ્ફોટોથી પાકિસ્તાન ધણધણી ઉઠ્યું છે. જેના કારણે ત્યાની સુરક્ષા પર પણ સવાલો પેદા થઇ ચુક્યા છે. બન્ને વિસ્ફોટમાં અત્યાર સુધી 115 લોકોનાં મોત આવ્યાના સમાચાર છે જેમાં એક પુર્વ મુખ્યમંત્રીનો ભાઇ અને ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. 

નવાજ શરીફના પાકિસ્તાન પરત ફર્યાના કલાક પહેલા જ શુક્રવારે 2 બોમ્બ વિસ્ફોટ થયા હતા. બપોરે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 4 લોકોના મૃત્યુ થયા છે જ્યારે થોડા સમય બાદ ચૂંટણી પ્રચાર દરિયાન બલુચિસ્તાનમાં વિસ્ફોટ થઇ ગયો જેમાં ઉમેદવાર સહિત 111 લોકોનાં મોત નિપજ્યા હતા. પહેલો વિસ્ફોટ વજીરીસ્તાનનાં બન્ને જિલ્લામાં થયો જેમાં 4 લોકોના મોત થઇ ગયા હતા જ્યારે 32 લોકો ઘાયલ થઇ ગયા હતા. જેમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા જ્યારે 32 ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોમાં ખૈબર પખ્તુનવા પ્રાંતના પુર્વ મુખ્યમંત્રી અને જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝલના નેતા અકરમ દુર્રાનીનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની પરિસ્થિતી ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે. 
વિસ્ફોટથી થોડા અંતરે દુર્રાની પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના ઇમરાન ખાનની વિરુદ્ધ ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. થોડા સમય બાદ એક વધારે વિસ્ફોટ બલુચિસ્તાનના મસ્તુંગની ચૂંટણી રેલીમાં થયું. બલુચિસ્તાન અવામી પાર્ટીના નેતા નવાબ સિરાજ રાયસૈનીની ચૂંટણી રેલીમાં થયેલા વિસ્ફોટમાં 70 લોકોનાં મોત નિપજ્યા હતા, જ્યારે 100થી વધારે લોકો ઘાયલ થયા. મૃતકમાં ઉમેદવાર નવાબ સિરાજ રાયસૈનીનો પણ સમાવેશ થાય છે. 

સિરાજ બલુચિસ્તાનના પુર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસૈનીના નાના ભાઇ હતા. સિરાજના પુત્ર અકમલ રાયસૈનીનું પણ મોત 2011માં એક બોમ્બ વિસ્ફોટમાં થયું હતું. અકમલ 2011માં ફુટબોલ મેચ દરમિયાન થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામયો હતો. તે દરમિયાન સિરાઝ પોતે સ્ટેડિયમમાં હાજર હતા. જો કે તે બચી ગયા હતા. તે અગાઉ ખુજદારમાં બલુચિસ્તાન અવામી પાર્ટીની ચૂંટણી ઓફીસ પર થયેલા વિસ્ફોટમાં 2 લોકો ઘાયલ થઇ ગયા હતા. બલુચિસ્તાન અવામી પાર્ટીની રચના આ જ વર્ષે માર્ચમાં થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news