ગુજરાતી ન્યૂઝWorldઆ વિસ્તાર રણમાં ફેરવાઈ જશે, અમે ભૂખે મરી જઈશું, સિંધુ જળ સંધિ સમાપ્ત થવાથી રડી રહ્યું છે પાકિસ્તાન

'આ વિસ્તાર રણમાં ફેરવાઈ જશે, અમે ભૂખે મરી જઈશું', સિંધુ જળ સંધિ સમાપ્ત થવાથી રડી રહ્યું છે પાકિસ્તાન

પહેલગામ આતંકી હુમલામાં 28 લોકોના મોત બાદ ભારત સરકાર સતત પગલાં ભરી રહી છે. ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજુતીને સ્થગિત કરી છે. ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
 

'આ વિસ્તાર રણમાં ફેરવાઈ જશે, અમે ભૂખે મરી જઈશું', સિંધુ જળ સંધિ સમાપ્ત થવાથી રડી રહ્યું છે પાકિસ્તાન

ઇસ્લામાબાદઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સમજુતીને સ્થગિત કરી છે. આઝાદી બાદથી અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ યુદ્ધ થયા, પરંતુ સિંધુ જળ સમજુતી યથાવત રહી. પરંતુ હવે આતંકવાદને પોષણ આપનાર પાકિસ્તાન પોતાની હરકતોથી સુધર્યું નહીં. હવે ભારતે ખુદને સમજુતીથી અલગ કરી લીધું છે તો પાકિસ્તાન શિયાળની ધમકી પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાને કહ્યું કે તે ભારતના આ પગલાને યુદ્ધની જેમ જોશે. પરંતુ એવું નથી કે માત્ર પાકિસ્તાન સરકાર ડરેલી છે. પાકિસ્તાનના લોકો પણ ડરમાં છે.

પાકિસ્તાનમાં છવાયો ડરનો માહોલ
ન્યૂઝ એજન્સી રોયટર્સ સાથે વાતચીતમાં પાકિસ્તાની ખેડૂત હોમલા ઠાકુરે પોતાના પાકના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે નદીનું જળસ્તર ખૂબ ઘટી ગયું છે. શાકભાજી સૂકાઈ રહ્યાં છે. ખેડૂતો કહ્યું કે જો ભારત પાણી રોકી દેશે તો દેશ થાર રેગિસ્તાનમાં પરિવર્તિત થઈ જશે. અમે ભૂખ્યા મરી જઈશું.

Add Zee News as a Preferred Source

પાકિસ્તાન સરકારની પ્રતિક્રિયા પર યુકે, અર્થશાસ્ત્રી અને કન્સલ્ટિંગ ફર્મ ઓક્સફોર્ડ પોલિસી મેનેજમેન્ટના ટીમ લીડર વકાર અહેમદે જણાવ્યું હતું કે પાકિસ્તાને સંધિમાંથી ભારત ખસી જવાના જોખમનું ઓછું આંક્યું છે.

પાણી રોકવાનું કામ કરી રહ્યું છે ભારત
મહત્વનું છે કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટિલે કહ્યુ કે અમે તે ખાતરી કરીશું કે સિંધુ નદીનું એક ટીપું પાણી પણ પાકિસ્તાન ન પહોંચે. નામ ન જણાવવાની શરત પર એક અધિકારીએ કહ્યુંકે થોડા મહિનામાં નહેરોનો ઉપયોગ કરી ભારત પોતાના ખેતરો તરફ પાણીને વાળી દેશે. પરંતુ જળવિદ્યુત ડેમની પરિયોજનાને પૂર્ણ કરવામાં 4થી 7 વર્ષનો સમય લાગશે.

પાકિસ્તાનનું પાણી રોકવાની અસર માત્ર ખેતી પર જ નહીં પડે, પરંતુ પાણીની અછતથી વીજળી ઉત્પાદન પણ પ્રભાવિત થશે અને અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગશે. કરાચીની રિસર્ચ ફર્મ, પાકિસ્તાન એગ્રીકલ્ચરલ રિસર્ચના ગશારિબ શૌકતે જણાવ્યું હતું કે, અમારી પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news