)
Pakistan Secret Bride Market: પાકિસ્તાનની બગડતી અર્થવ્યવસ્થાએ તેને એટલું ગરીબ બનાવી દીધું છે કે તે રૂપિયા માટે કંઈ પણ કરવા તૈયાર છે. ચીનના મોટા દેવાના બોજ હેઠળ દબાયેલો આ દેશ બેઇજિંગનો ગુલામ બની ગયો છે. પરંતુ ચીન પર તેની વધતી જતી નિર્ભરતાનું બીજું એક દુ:ખદ ઉદાહરણ સામે આવ્યું છે, જેને જાણીને દરેક વ્યક્તિ હરાન છે. સરહદી વિસ્તારોની નાની ઉંમરની પાકિસ્તાની યુવતીઓને 'દુલ્હન બજાર'માં માત્ર 700 ડોલરમાં ચીની પુરુષોને વેચવામાં આવી રહી છે.
માનવાધિકાર સંગઠનો અનુસાર, આ અમાનવીય પ્રથા પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલતને કારણે ઉદ્ભવી છે. દૂરના સરહદી ગામડાઓમાં ગરીબી ચરમસીમાએ છે, આ જ કારણે છે કે, પરિવાર પોતાની દીકરીઓના લગ્ન અમીર ચીની પુરુષો સાથે નજીવી રકમના બદલાવમાં કરવા માટે લાચાર છે. રિપોર્ટ્સ અનુસાર, ચીની અને પાકિસ્તાની વચેટિયાઓની ટોળકી લાચાર માતાપિતાને લાલચ આપીને 700 થી 3,200 ડોલર (આશરે 2 થી 9 લાખ પાકિસ્તાની રૂપિયા)ની ઓફર કરી છે. જ્યારે દલાલો સામાન્ય રીતે 25,000 થી 65,000 ડોલર સુધી ચાર્જ કરે છે.
સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ
બીજી તરફ સોશિયલ મીડિયા પર "1.5 લાખ રૂપિયામાં પત્ની" અથવા "મફતમાં સાસરિયું" જેવા વાયરલ મીમ્સ આ નિરાધાર વ્યક્તિઓની મજાક ઉડાવવા માટે કરવામાં આવે છે, પરંતુ સત્ય ઘણું ક્રૂર છે. ખાસ કરીને ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા સરહદી વિસ્તારોમાં, ગરીબી પરિવારોને તેમની સગીર યુવતીઓને લગ્નના નામે ચીની ખરીદદારોના હવાલે કરી દેવામાં આવે છે. આટલું જ નહીં, ક્યારેક-ક્યારેક તો બીમાર માતા-પિતા અથવા ભાઈ-બહેન પણ "દુલ્હન" સાથે ચીન ચાલ્યા જાય છે.
તપાસમાં થયો મોટો ખુલાસો
તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, મોટાભાગની પીડિત યુવતીઓ 12 થી 18 વર્ષની છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી સમુદાયની છે. તપાસકર્તાઓએ 629થી વધુ કેસોની પુષ્ટિ કરી છે, જ્યાં સંગઠિત ગેંગે "લગ્ન"ના બહાને સગીર યુવતીઓને ચીનમં મોકલેલ છે. તપાસમાં ખુલાસો થયો છે કે, આ યુવતીઓ ત્યાં બંધુઆ મજૂર બને છે અથવા તેમના પોતાના સંબંધીઓ દ્વારા વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે.