Pakistan Train Hijack: હાઈજેક થયેલી ટ્રેનમાંથી 104 બંધકો છોડાવાયા હોવાનો દાવો, બલુચિસ્તાન આર્મીની વોર્નિંગ

પાકિસ્તાનમાં આખી ટ્રેન હાઈજેક થઈ ગઈ. બલુચિસ્તાન લીબરેશન આર્મીના વિદ્રોહીઓએ ટ્રેન હાઈજેક કરી જેમાં 400થી વધુ લોકો સવાર હોવાનું કહેવાય છે. વધુ વિગતો જાણો. 

Pakistan Train Hijack: હાઈજેક થયેલી ટ્રેનમાંથી 104 બંધકો છોડાવાયા હોવાનો દાવો, બલુચિસ્તાન આર્મીની વોર્નિંગ

પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ એક ટ્રેન હાઈજેક કરી લીધી. અલગ દેશની માંગણી કરી રહેલા બલુચ વિદ્રોહીઓએ મંગળવારે ક્વેટાથી પેશાવર જઈ રહેલી ઝાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી લીધી. 9 બોગીઓવાળી આ ટ્રેનમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. જેમાં લગભગ 100 જેટલા મુસાફરો પાકિસ્તાન આર્મી, પોલીસ અને આઈએસઆઈના કર્મીઓ હતા. વિદ્રોહીઓએ ટ્રેનને હાઈજેક કરી અને એક સુરંગની અંદર લઈ ગયા. આ ઘટનાથી હડકંપ મચી ગયો અને પાકિસ્તાની સેના ટ્રેનમાં સવાર લોકોને છોડાવવા માટે અભિયાન ચલાવી રહી છે. બીજી બાજુ બલુચિસ્તાન આર્મીએ વોર્નિંગ આપી છે કે સેના જો ટ્રેનની નજીક પણ આવી તો તમામ બંધકોને મારી નાખીશું. 

104 મુસાફરોને બચાવ્યા
બીએલએના જણાવ્યાં મુજબ 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા છે અને દાવો થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં 30થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટ્રેન હાઈજેક કર્યા બાદ બીએલએ બહાર પાડેલા પોતાના નિવેદનમાં શહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાની આર્મી તેમના વિરુદ્ધ એક્શન લેશે તો તેઓ તમામ બંધકોને મારી નાખશે. હાઈજેક કરાયેલી ટ્રેનમાંથી 104 મુસાફરોને બચાવી લેવાયા છે. પીટીઆઈના રિપોર્ટ 13 વિદ્રોહીઓને ઠાર કરાયા છે. ઓપરેશન હજું પણ ચાલુ છે. જો કે બીએલએનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના 30થી વધુ સૈનિકોને ઠાર કર્યા છે. 

અફઘાનિસ્તાનમાં બેઠેલા લોકોના સંપર્કમાં વિદ્રોહીઓ
પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ ઝાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરનારા બલોચ વિદ્રોહીઓ અફઘાનિસ્તામાં હાજર પોતાના લીડર્સના સંપર્કમાં છે. તેઓ ટ્રેનમાં હાજર મહિલાઓ અને બાળકોને પોતાની ઢાલ બનાવી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાની સેનાને તેમના વિરુદ્ધ ઓપરેશન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. 

વિદ્રોહીઓએ પોતે છોડ્યા?
સૂત્રોના જણાવ્યાં મુજબ જે 104 મુસાફરોને બચાવવામાં આવ્યા છે તેમને ખુબ બલોચ વિદ્રોહીઓએ છોડ્યા હતા. તે મુસાફરોને એક માલગાડીથી સેનાની સુરક્ષામાં સિબ્બીની એક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સિબ્બી જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. 

શું ઈચ્છે છે બલુચ લિબરેશન આર્મી
બીએલએની ખુબ સીધી અને સ્પષ્ટ માંગણીઓ છે. જેને  બલુચ અનેકવાર દુનિયા સામે રજૂ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે બલુચિસ્તાન જેમને તેઓ એક અલગ પ્રંત, અલગ દેશ માને છે. તેમની એક અલગ સરકાર ચાલે છે. બલુચોની પહેીલ અને સૌથી મોટી માંગણી એ છે કે  બલુચિસ્તાનમાં પાકિસ્તાનની કોઈ પણ એજન્સી કે સુરક્ષા એજન્સીના કોઈ પણ કર્મી હોવા જોઈએ નહીં. આ ઉપરાંત બલુચોનું માનવું છે કે ચીન સાથે CPEC પ્રોજેક્ટ ચાલે છે. પ્રોજેક્ટ્સથી તેમના ખનિજોનું દોહન થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ્સના કારણે મોટી સંખ્યામાં સમુદાયના લોકો વિસ્થાપિત થયા છે. ત્યારબાદથી બલુચો આ પ્રોજેક્ટને ત્યાંતી હટાવવાની સતત માંગણી અનેકવર્ષોથી કરી રહ્યા છે. 

બીએલએ દ્વારા પાકિસ્તાન પર આ કોઈ નવો હુમલો નથી. બીએલએ છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાન પર આવા હુમલા કરતું રહ્યું છે. ક્યારેક ચીનના એન્જિનિયરોને નિશાન બનાવ્યા તો ક્યારેક પાકિસ્તાનના રાજનયિકોને નિશાન બનાવે છે. 

પીટીઆઈએ સુરક્ષા સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું કે સુરક્ષાદળોએ 80 બંધકોને બચાવ્યા છે. જેમાં 43 પુરુષો, 26 મહિલાઓ અને 11 બાળકો સામેલ છે. સૂત્રોએ જણાવ્યું કે ઝાફર એક્સપ્રેસના અન્ય મુસાફરોને પણ સુરક્ષિત રીતે છોડાવવાના પ્રયત્નો ચાલુ છે. વિદ્રોહીઓને ઘેરી લેવાયા છે અને જ્યાં સુધી છેલ્લો વિદ્રોહી ઠાર નહીં થાય ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news