Pakistan Train Hijack: બલૂચ વિદ્રોહીઓનો મોટો દાવો, 'બંધક બનાવેલા તમામ 214 સૈન્યકર્મીઓને મારી નાખ્યા'

પાકિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે પાકિસ્તાન સરકારના ઈન્કાર બાદ તેમણે ટ્રેન હાઈજેકિંગ દરમિયાન બંધક બનાવાયેલા તમામ 214 પાકિસ્તાની સૈન્યકર્મીઓને મારી નાખ્યા છે. આ ઓપરેશનમાં તેમના પણ 12 લોકો શહીદ થયા. 

Pakistan Train Hijack: બલૂચ વિદ્રોહીઓનો મોટો દાવો, 'બંધક બનાવેલા તમામ 214 સૈન્યકર્મીઓને મારી નાખ્યા'

બલૂચ લિબરેશન આર્મી  (BLA)એ ટ્રેન હાઈજેકિંગ દરમિયાન બંધક બનાવવામાં આવેલા તમામ 214 પાકિસ્તાની સૈન્ય કર્મીઓને મારી નાખ્યાનો ચોંકાવનારો દાવો કર્યો છે. શુક્રવારે બહાર પાડેલા એક નિવેદનમાં વિદ્રોહી સંગઠને કહ્યું કે તેમણે જાફર એક્સપ્રેસ ટ્રેન પર કબજો કરવા દરમિયાન પકડેલા તમામ 214 પાકિસ્તાની સૈન્ય બંધકોને મારી નાખ્યા છે. સમૂહે પાકિસ્તાન પર પોતાની માંગણીઓની અવગણના કરવાનો અને બંધકોના છૂટકારા માટે ગંભીર વાતચીતમાં સામેલ થવાનો ઈન્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. 

સૈન્યકર્મીઓને ખાસ બોગીઓમાં કરી દીધા  બંધ
સંગઠનના પ્રવક્તાએ ઓપરેશન અંગે વિસ્તૃત જાણકારી આપી. તેમણે નિવેદનમાં જણાવ્યું કે શ્રી બલૂચે જણાવ્યું કે આ ઓપરેશનને BLA ની મજિદ બ્રિગેડે અંજામ આપ્યો. આ  બ્રિગેડમાં આત્મઘાતી ફિદાયીન હુમલાખોરો સામેલ હોય છે. બ્રિગેડના ફ્રીડમ ફાઈટર્સે પહેલા આઈઈડીથી ટ્રેનના આગળના ભાગમાં બ્લાસ્ટ કર્યો. જેવી ટ્રેન થોભી કે ત્યારબાદ સંગઠનના વિદ્રોહીઓએ કેટલાક બંધક સાન્ય કર્મીઓને વિશેષ બોગીઓમાં બંધ કરવા માટે પોતાની પોઝિશન લઈ લીધી. જ્યારે બાકીના બંધકોને સુરક્ષિત સ્થળે પ્રોટોકોલ હેઠળ પહોંચાડવામાં આવ્યા. 

બંધકોને મોતને ઘાટ ઉતાર્યા
પ્રવક્તાએ જણાવ્યું કે જ્યારે પાકિસ્તાની SSG કમાન્ડોની જરાર  કંપની જાફર એક્સપ્રેસની બોગીઓમાં બંધ બંધકોને બચાવવા માટે પહોંચી તો ફિદાયીન વિદ્રોહીઓએ તેમને ઘેરી લીધા અને તેમના પર ભીષણ હુમલો કર્યો. આ ફાઈટિંગ અનેક કલાકો સુધી ચાલી. જેમાં SSG કમાન્ડોઝે ભારે નુકસાન સહન કરવું પડ્યું. આ ભીષણ લડાઈ દરમિયાન સંગઠનના કેટલાક બંધકોને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા. 

છેલ્લી ગોળી પોતાને મારી થઈ ગયા શહીદ
સંગઠને પોતાના નિવેદનમાં કહ્યું કે ઓપરેશનમાં સામેલ ફિદાયીન વિદ્રોહીઓએ છેલ્લી ગોળી સુધી લડવાની પોતાના મિશનની ફિલોસોફીનું પાલન કર્યું. જ્યારે તેમની પાસે છેલ્લી ગોળી વધી તો તેમણે તે પોતાને મારીને શહાદતને ભેટ્યા. 

પાકિસ્તાની સેનાની ટીકા કરતા બીએલએ પ્રવક્તાએ કહ્યું કે તેમણે ફિદાયીન વિદ્રોહીઓના મૃતદેહોને પોતાની સફળતા તરીકે ગણાવી. જ્યારે તેમનું મિશન તો ક્યારેય જીવતા પાછા આવવાનું હતું જ નહીં ઉલ્ટું છેલ્લી ગોળી સુધી લડવાનું હતું અને તેમણે તેને પૂરી ઈમાનદારીથી નિભાવ્યું. 

પાકિસ્તાની સેનાની ખોટી નિવેદનબાજી
પ્રવક્તાએ બંધકોને બચાવવાના પાકિસ્તાની દાવાઓને પણ ફગાવ્યા. જેમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ટ્રેન હાઈજેકિંગ દરમિયાન લોકોને બચાવ્યા. જ્યારે સચ્ચાઈ એ છે કે સંગઠને ટ્રેન હાઈજેકના પહેલા જ દિવસે વૃદ્ધો, બાળકો અને મહિલાઓને યુદ્ધના નિયમો મુજબ છોડી મૂક્યા હતા. તેમને પાકિસ્તાની સેનાએ નથી છોડાવ્યા પરંતુ બીએલએએ પોતે છોડી મૂક્યા હતા. 

પ્રવક્તાએ વધુમાં કહ્યું કે બોલનમાં ભીષણ સંઘર્ષ ચાલુ છે જેમાં બલૂચ વિદ્રોહીઓ અને વિસ્તારોમાં પાકિસ્તાની સેના પર ઘાત લગાવીને હુમલા કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાની સેના ચાલી રહેલા સંઘર્ષને કરાણે પોતાના શહીદ કર્મીઓના મૃતદેહો પાછા લાવવા માટે સંઘર્ષ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news